ગુજરાત સરકારની નિષ્ફળતા બતાવવા લોકોને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા શરૂ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, વિજય સુવાળા અને ભેમાભાઈ ચૌધરી સહિતના આગેવાનો ડીસાના કંસારી ગામમાં કાર્યક્રમ કર્યો હતો અને કોરોનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી.
સરકારની કોરોના મહામારીમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા સાથે ટુંક સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારની બેદરકારીને લીધે ઓક્સિજન ન મળવાના કારણે કેટલા લોકોનું મૃત્યુ થયા છે. તેના પણ આંકડા જાહેર કરવાની વાત કહી છે.
વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જો વર્ષ 2022માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે ગાંધીનગરમાં સ્મારક બનાવશું. અંબાજીના દર્શન કરીને આ પહેલું ચરણ પૂર્ણ થશે.
સરકાર પાસે મૃતકોના પરિવારને સહાય માટે પણ માંગ કરી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે કોરોના મૃતકોના પરિવારને 50 હજાર રૂપિયા રોકડની સહાય કરી છે અને સાથે મૃતકોના પરિવારના ખાતામાં 2500 રૂપિયા દર મહિને આપવાનું શરૂ કરી દીધું છે, તેવી જ સહાય અમે પણ આપીશું અને સાથે વિધવા સહાય માટે 2500 રૂપિયાની સહાય પણ આપે છે તેવી રીતે આપવાનો પ્રયાસ અમારો રહેશે.
28 જુલાઈએ ડીસામાં થયેલ કાર્યક્રમમાં અંદાજે 500 જેટલા લોકોએ અને આગેવાનો આમ આદમીપાર્ટીનો ખેસ ધારણ કર્યો. જેની શરૂઆત સોમનાથના દર્શન કરીનએ કરી હતી તેને આજે એક મહિનો પૂર્ણ થયો છે આ સંવેદના મુલાકાતમાં અમે આમજ ફરતા ફરતા ગામોમાં જઈએ છીએ અને મૃતકોના પરિવારને સાંત્વના આપી છીએ.
વધુમાં આવતા મહિને શરૂ થનાર નવી યાત્રાની પણ જાણકારી આપી હતી જે 6 ઓગષ્ટ શરૂ થશે. ત્યાર પછી આ મહામરીમાં મુત્યુ પામેલના આંકડા પણ જાહેર કરશું. દોઢ વર્ષ થયું આ મહામરીમાં પણ વિપક્ષ અને અન્ય પક્ષો બસ સવાલ કરે છે પણ યોગ્ય પગલાં લેતી નથી.