ટેક્નોલોજીદેશસમાચાર

ISRO આવતીકાલે લોન્ચ કરશે ‘નિગરાની સેટેલાઇટ’ EOS-4

ISRO આવતીકાલે લોન્ચ કરશે 'નિગરાની સેટેલાઇટ' EOS-4

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આ વર્ષે ઈસરો સ્પેસમાં પહેલું લોન્ચિંગ કરવા જઈ રહ્યું છે. ઈસરો 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડેના રોજ EOS-4/RISAT-1A સેટેલાઇટ લોન્ચ કરશે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અનુસાર, તેનું સૌથી ભરોસાપાત્ર રોકેટ PSLV-C52 14 ફેબ્રુઆરીના રોજ સવારે 5.59 કલાકે તેનું આ વર્ષનું પહેલું લોન્ચિગ શરૂ થવાનું છે. રોકેટને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચપેડ પર એસેમ્બલ કરવામાં આવી રહ્યું છે અને તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. લોન્ચની પ્રક્રિયા સવારે 4:29 થી શરૂ થશે જ્યારે કાઉન્ટડાઉન 25-30 મિનિટ પહેલા શરૂ થઇ જશે. આ રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં ભારતના રોકેટ પોર્ટના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ થશે. EOS-04ને 529 કિમીની સૂર્ય-તુલ્યકાલિક ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

EOS-4/RISAT-1A સેટેલાઇટ સાથે વધુ બે સેટેલાઇટ હશે.

પહેલું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ INSPIREsat-1 અને બીજો હશે ભારત-ભૂતાન સંયુક્ત ઉપગ્રહ INS-2B, ISROના જણાવ્યા અનુસાર, અવકાશ એજન્સી પૃથ્વી ની નીચલી કક્ષામાં અર્થ ઓબ્જર્વેસ્ન સેટેલાઇટ EOS-4/RISAT-1A ને સ્થાપિત કરી શકે છે.

આ પહેલા INS-2Bનું લોન્ચિંગ માર્ચ 2022માં નિર્ધારિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને EOS-4 સાથે લોન્ચ કરવામાં આવશે. EOS-04 સેટેલાઇટ 1710 કિગ્રાનો છે જેને પૃથ્વીથી 529 કિમી દૂર ધ્રુવીય ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવશે.

હકીકતમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ગયા વર્ષે જુલાઈ 2021 માં EOS-4 / RISAT-1A સેટેલાઇટને PSLV-C52 રોકેટથી લોન્ચ કરશે, જે એક માઇક્રોવેવ રિમોટ સેટેલાઇટ છે. કોરોનાને કારણે આ લોન્ચ સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ હવે તેનું લોન્ચિંગ આખરે થઈ રહ્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button