ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આ વર્ષનું પ્રથમ મિશનની શરૂઆત કરી દીધી છે. આ અંતર્ગત સોમવારે એટલે કે આજે સવારે 5.59 વાગ્યે PSLV-C52 (PSLV-C52)ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. PSLV-C52 દ્વારા પૃથ્વી પર નજર રાખનાર ઉપગ્રહ EOS-04ને ભ્રમણકક્ષામાં મોકલવાનું કાઉન્ટડાઉન રવિવાર સવારથી જ શરૂ થઈ ગયું હતું. ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV) તેની સાથે બે નાના ઉપગ્રહો પણ લઈ ગયા હતા. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પહેલા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું.
શું કરશે EOS-04?
EOS-04 એ ‘રડાર ઇમેજિંગ સેટેલાઇટ’ છે, જે કૃષિ, વાનિકી અને વૃક્ષારોપણ, જમીનની ભેજ, જળ વિજ્ઞાન અને ફ્લડ મેપિંગ જેવી એપ્લિકેશન્સમાં ઉચ્ચ ગુણવત્તાની છબીઓ પ્રદાન કરવા માટે રચાયેલ છે. PSLV તેની સાથે બે નાના ઉપગ્રહો પણ લઈને જશે, જેમાં કોલોરાડો યુનિવર્સિટી, બોલ્ડર ની વાયુમંડળ અને અંતરિક્ષ ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રૌદયોગિકી સંસ્થાન (IIST) નો ઉપગ્રહ ઈન્સ્પાયરસેટ-1 પણ શામેલ છે.
#WATCH | Indian Space Research Organisation launches PSLV-C52/EOS-04 from Satish Dhawan Space Centre, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/g92XSaHP9r
— ANI (@ANI) February 14, 2022
યોજનાઓને મળશે ગતિ
INSPIRESAT-1 માં NTU, સિંગાપોર અને NCU, તાઈવાનનું પણ યોગદાન રહ્યું છે. આ ઉપગ્રહનો હેતુ આયનમંડળની ગતિ વિજ્ઞાન અને સૂર્યની કોરોનલ ઉષ્મીય પ્રક્રિયાઓની સમજને સુધારવાનો છે. બીજો ઉપગ્રહ ISROનો એક પ્રૌદયોગિકી પ્રદર્શક ઉપગ્રહ (ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ) (INS-2TD) છે. તેના સાધન તરીકે થર્મલ ઇમેજિંગ કેમેરા ધરાવતો, ઉપગ્રહ જમીનની સપાટીનું તાપમાન, આદ્રભૂમિ અથવા તળાવોના સપાટીના પાણીનું તાપમાન, વનસ્પતિઓ અને દિવસ-રાતના મૂલ્યાંકનમાં મદદ કરશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ સેટેલાઇટ લોન્ચિંગથી તેની યોજનાઓને વેગ મળશે.