રાજકારણસમાચાર

શું સોનિયા ગાંધીના નિવાસસ્થાનનું ભાડું ચૂકવવામાં પણ અસમર્થ છે કોંગ્રેસ? બીજેપી પ્રવક્તાના ટ્વીટથી મચી ગયો હંગામો

શું સોનિયા ગાંધીના નિવાસસ્થાનનું ભાડું ચૂકવવામાં પણ અસમર્થ છે કોંગ્રેસ? બીજેપી પ્રવક્તાના ટ્વીટથી મચી ગયો હંગામો

માહિતી અધિકાર (RTI)થી મળેલી માહિતીના આધારે ભાજપ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે સત્તા પરથી દૂર થયા બાદ કોંગ્રેસે પોતાની ઓફિસ અને અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાનનું ભાડું ચૂકવવામાં અસમર્થ થઇ ગઈ છે. ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના મંત્રી અને દિલ્હી બીજેપીના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાનું કહેવું છે કે, કોંગ્રેસ ભાડું ચૂકવી શકે તે માટે તેમને લોકો પાસેથી ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાતના રહેવાસી સુજીત પટેલ નામના વ્યક્તિને આરટીઆઈ હેઠળ આપવામાં આવેલા જવાબના આધાર બનીને ટ્વિટ કર્યું છે.

તેમણે કહ્યું કે ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ હવે ભાડું ચૂકવવામાં અસમર્થ થઇ ગઈ છે, કારણ કે તે હવે કૌભાંડો કરી શકતી નથી. તેમણે કહ્યું કે રાજકીય મતભેદોને બાજુ પર રાખીને, એક માણસાઈ તરીકે કોંગ્રેસને ભાડું ચૂકવવામાં મદદ કરવા માટે તે તેમના સ્તરે સોનિયા ગાંધી રાહત ફંડ શરૂ કર્યું છે. આમાં લોકો ઓછામાં ઓછા દસ રૂપિયાનું પોતાનું યોગદાન આપીને મદદ કરી શકે છે. આ અંગે એક ઝુંબેશ #SoniaGandhiReliefFund પણ શરૂ કરી છે. હવે આ ટ્વીટને લઈને ઈન્ટરનેટ મીડિયા પર હંગામો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપના સમર્થકો એકબીજા પર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે 26 અકબર રોડ સ્થિત કોંગ્રેસ સેવાદળ કાર્યાલયનું ડિસેમ્બર 2012 પછી ભાડું ચૂકવવામાં આવ્યું નથી. કુલ 12,69,902 રૂપિયા બાકી છે. સોનિયા ગાંધીની ઓફિસમાં સહાયક રહી ચૂકેલ વસેંટ જ્યોર્જના ચાણક્યપુરીમાં આવેલ નિવાસસ્થાન માટે 5,07,911 ભાડું ચૂકવવાનું બાકી છે. ઓગસ્ટ 2013 પછી ભાડું ચૂકવવામાં આવ્યું નથી. જયારે, સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ રોડનું ભાડું 4,610 રૂપિયા બાકી છે. સપ્ટેમ્બર, 2020 પછી ભાડું ચૂકવવામાં આવ્યું નથી.

બીજી તરફ, BJP IT સેલના પ્રભારી અમિત માલવિયાનું કહેવું છે કે, સોનિયા ગાંધી કોરોના સંકટ સમયે કાર્યકરોને પલાયન કરાવવા માટે ટ્રેનની ટિકિટ વહેંચી રહ્યા હતા, પરંતુ દોઢ વર્ષથી તેમણે તેમના નિવાસસ્થાનનું ભાડું ચૂકવ્યું નથી. આ અંગે તેમને ટ્વિટ પણ કર્યું છે. ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓ પર પહેલા લોકડાઉન દરમિયાન કાર્યકર્તાઓને દિલ્હી અને મુંબઈથી બિહાર અને ઉત્તર પ્રદેશમાં મોકલીને કોરોના સંક્રમણ ફેલાવવાનો આરોપ લગાવતા રહ્યા છે.

જયારે, તેના જવાબમાં જયકિશનનું કહેવું છે કે કોંગ્રેસ દેશની સૌથી જૂની અને ઐતિહાસિક રાજકીય પાર્ટી છે. તેને ક્યારેય પણ પોતાના વિશે નહિ પરંતુ હંમેશા દેશના લોકો વિશે વિચાર્યું અને કામ કર્યું છે. પાર્ટીનો પ્રયાસ ક્યારેય ગેરરીતિ આચરવાનો રહ્યો નથી. પરંતુ સમસ્યા એ છે કે કેન્દ્રની ભાજપ સરકારે કોંગ્રેસને રાજકીય સ્તરે જ નહીં આર્થિક સ્તરે પણ કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે પણ આગમાં ઘી નાખવાનું કામ કયું છે. જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે.

[quads id=1]

Related Articles

Back to top button