બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી આયરા ખાન (Ira Khan) ની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આયરા ફિલ્મોથી દૂર છે, પરંતુ તે પોતાની પોસ્ટ દ્વારા ફેન્સને તેના જીવન સાથે જોડાયેલી વાતો જણાવતી રહે છે. આયરા તેના અંગત જીવનને લઈને પણ સમાચારોમાં બની રહે છે. આ દરમિયાન આયરાએ એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તેનો બોલિવૂડમાં આવવાનો કોઈ ઈરાદો નથી.
આયરા ખાને (Ira Khan) તેના ચાહકો સાથે સવાલ-જવાબનું સેશન રાખ્યું હતું. આ દરમિયાન તેણે પોતાની એક ઈન્સ્ટા પોસ્ટમાં જણાવ્યું હતું કે ક્યા કારણે તે બોયફ્રેન્ડ નુપુર શિખર સાથે રિલેશનશિપમાં છે. આયરાએ પોસ્ટમાં લખ્યું, ‘હું નૂપુર સાથે છું કારણ કે તે એક સુંદર, અદ્ભુત વ્યક્તિ છે. સાથે જ આયરાએ કહ્યું કે તેનો બોલિવૂડમાં આવવાનો કોઈ ઈરાદો નથી.
જુનૈદ ખાન ફિલ્મોમાં કરશે ડેબ્યુ
આયરા ખાન અત્યારે ફિલ્મોમાં એન્ટ્રી નથી કરી રહી, પરંતુ તેનો ભાઈ જુનૈદ ફિલ્મ ‘મહારાજા’થી તેની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુનૈદ ફિલ્મમાં પત્રકાર કરસનદાસ મુજલીની ભૂમિકા ભજવશે. આમાં ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડે અને જયદીપ અહલાવત પણ મહત્વના રોલમાં જોવા મળશે.
થોડા સમય પહેલા આયરા ખાને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં તે કહેતી જોવા મળી હતી કે, તે ઘણા સમયથી ખૂબ ગુસ્સે થઈ રહી છે. સામાન્ય રીતે તેમની સાથે આવું થતું નથી. કેટલીકવાર તેઓ શરમ અનુભવે છે કારણ કે તેઓ જાણતી નથી કે તેના ગુસ્સાનો સામનો કેવી રીતે કરવો. ડૉક્ટરનું કહેવું છે કે દવાઓના બદલાવને કારણે તેને આ બધું થઇ રહ્યું છે.
આમિર ખાન સાથે આયરાનું બોન્ડ
આયરા ખાન સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટા પણ પોસ્ટ કરે છે, જેના પર ઘણી બધી લાઈક્સ આવે છે. આયરા આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. રીના અને આમિરે ઘણા સમય પહેલા છૂટાછેડા લીધા હતા. જો કે, આયરા તેના પિતા સાથે ખૂબ જ નજીકનું બોન્ડ શેર કરે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…