રમત ગમત

IPL 2022 : શું આ વખતે પણ નહીં થાય IPL ઓપનિંગ સેરેમની?

IPL 2022 : શું આ વખતે પણ નહીં થાય IPL ઓપનિંગ સેરેમની?

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15 મી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ છેલ્લી સિઝનની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રનર્સ અપ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. આ મેચ 26 માર્ચના સાંજે 07.30 કલાકે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, આ મેચ પહેલા કોઈ ઓપનિંગ સેરેમની યોજાશે નહીં. આવું સતત ચોથા વર્ષે થશે જ્યારે IPL ઓપનિંગ સેરેમની નહીં હોય. છેલ્લી વખત IPL ની ઓપનિંગ સેરેમની વર્ષ 2018 માં થઈ હતી. વર્ષ 2019 થી તેને બંધ કરી દેવામાં આવી છે.

ચાર વર્ષથી કેમ ઓપનીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવી રહ્યું નથી?

વર્ષ 2019માં 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલો થયો હતો, જેમાં કુલ 40 જવાનો શહીદ થયા હતા. આ શહીદોના સન્માનમાં આઈપીએલની ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2020 માં કોવિડ-19 ની પ્રથમ લહેરના કારણે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ન હતું. 2021 માં પણ કોરોનાને કારણે તેનું આયોજન થઈ શક્યું નહોતું. વર્ષ 2022 માં એવી શક્યતાઓ હતી કે, ચોક્કસ આયોજન કરવામાં આવશે, પરંતુ આ વખતે પણ કોરોના સંક્રમણને જોતા તેનું આયોજન કરવામાં આવી રહ્યું નથી.

IPL ની 15 મી સિઝનના પ્રથમ દિવસે એક મેચનું આયોજન કરવામાં આવશે. આ મેચ છેલ્લી વખતની ચેમ્પિયન અને રનર અપ વચ્ચે રમાશે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ટકરાશે. તમને જણાવી દઈએ કે, CSK ને આ મેચ પહેલા મોટા ટીમ સંયોજનમાં મોટા ઉલટફેરથી પસાર થવું પડ્યું છે. ટીમના અત્યાર સુધી ટીમના કેપ્ટન રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ હવે આ જવાબદારી રવિન્દ્ર જાડેજાને સોંપી છે. આ સિવાય ફાસ્ટ બોલર દીપક ચહર અને ઓલરાઉન્ડર મોઈન અલી પણ આ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં.

[quads id=1]

Related Articles

Back to top button