રમત ગમત

IPL 2022 : IPL પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બોલર IPL થી થયો બહાર

IPL 2022 : IPL પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બોલર IPL થી થયો બહાર

IPL 2022ની શરૂઆત પહેલા જ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર માર્ક વૂડ કોણીની ઈજાને કારણે સમગ્ર સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હવે તે આ સિઝનમાં રમી શકશે નહીં. ઇંગ્લેન્ડના ખેલાડી માર્ક વુડને IPL 2022 ની હરાજીમાં લખનૌ ફ્રેન્ચાઇઝીએ 7.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ હવે તેના ન રમવાના કારણે ટીમને મોટું નુકસાન થયું છે.

ઈંગ્લેન્ડના અનુભવી બોલર માર્ક વૂડે આઈપીએલમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે. તેને વર્ષ 2018 માં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો અને તે વાપસી કરી શક્યો નહોતો. IPL 2022 ની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેના પર મોટો દાવ લગાવ્યો હતો. પરંતુ હવે ઈજાના કારણે ફ્રેન્ચાઈઝીને નુકસાન થયું છે. વુડ આ સિઝનમાં રમી શકશે નહીં.

જો આપણે માર્ક વુડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 57 વનડેમાં 69 વિકેટ લીધી છે. જ્યારે તેણે 19 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 26 વિકેટ લીધી છે. માર્ક વુડે 26 ટેસ્ટ મેચ પણ રમી છે. આ દરમિયાન તેણે 82 વિકેટ પોતાના નામે કરી છે.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં માર્ક વુડને ઈજા થઈ હતી. તેને કોણીમાં ઈજા થઈ હતી. ત્યારથી તેઓ સ્વસ્થ થઈ શક્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે હવે IPL 2022માં રમી શકશે નહીં.

[quads id=1]

Related Articles

Back to top button