રેમડેસિવિર ઈન્જેકશન અંગે આવ્યા સારા સમાચાર, બધીજ કંપનીઓએ એકસાથે ઈન્જેકશનની કિંમતમાં કર્યો આટલો ઘટાડો
ભારતમાં કોરોનાએ જ્યારે હાહાકાર સર્જયો છે ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે હવે રોડ રસ્તા પર જ્યારે પણ કોઈ બહાર નીકળે ત્યારે તેને રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સો દેખાતી હોય છે જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ છે. બીજી તરફ હોસ્પિટલોની બહાર પણ હવે તો એમ્બ્યુલન્સોની લાંબી લાઈ જોવા મળતી હોય છે.
કિંમતમાં ઘટાડો: હોસ્પિટલોમં બેડ પણ ખૂટવા લાગ્યા છે. સાથેજ અમુક જગ્યાઓ પર તો ઓક્સિજન તેમજ વેન્ટીલેટરની પણ અછત છે જેના કારણે ત્યા ખૂબજ વીકટ પરિસ્થિતી સર્જાઈ છે. ખાસ કરીને આ સમયે રેમડેસિવિર ઈન્જેકશનની માગ વઘી ગઈ છે. આ ઈન્જેકશન લોકોને ક્યાય મળી નથી રહ્યા તેની ખુબજ શોર્ટેજ છે. જેના અમુક લોકો તેની કાળા બજારી પણ કરી રહ્યા છે.
સરકારની વિનંતી: રેમડેસિવિરની અછતને કારણે ભારત સરકાર દ્વારા દરે ફાર્મા કંપનીઓને વિનંતી કરવામાં આવી હતી કે આ ઈન્જેકશનનું પ્રોડકશન વધારવામાં આવે સાથેજ તેની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવે કારણકે હાલ મોટા ભાગના લોકોને કોરોનામાં આ ઈન્જેકશનની જરૂર પડતી હોય છે. પરિણામે સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીન ફાર્મા કંપની દ્વારા ઈન્જેકશનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ઈન્જેકશનની અછત હતી: જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહિયા કેડિલા કંપની દ્વારા આ ઈન્જેકશનનું પ્રોડકશન કરવામાં આવતું હતું જેથી અછતના સમયે લોકો મોટી સંખ્યામાં લોકો કેડીલા હોસ્પિટલની બહાર લાઈન લગાવીને ઉભા હતા તેમ છતા પણ તેમને ઈન્જેકશન ન મળ્યા જેના કારણે તે સમયે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ હાલ કંપની દ્વારા તેનું પ્રોડકશન વધારવામાં આવ્યું છે.
નવો ભાવ 899 રૂપિયા: કેડીલા કંપની દ્વારા રેમડેસિવિરનું ઈન્જેકશનના ભાવ સરકારની વિનંતી બાદ ઓછા કરી દેવામાં આવ્યા છે. પહેલા આ ઈન્જેકશન કંપની 2800 રૂપિયામાં આપતી હતી પરંતુ હવે આ ઈન્જેકશન કંપની 899 રૂપિયામાં આપશે અન્ય 7 કંપનીઓ દ્વારા પણ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી ઓછા ભાવ કેડિલા કંપની દ્વારા રાખવામાં આવ્યા છે.
કાળા બજારી બંધ થશે: ઉલ્લેખનિય છે કે જ્યારે રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેકશન મામલે તો રાજનીતી પણ થઈ હતી જેમા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા જોકે હાલ કંપની દ્વારા ઈન્જેકશનની કિંમત ઘટાડી દેવામાં આવી છે જેના કારણે ઈન્જેકશનની જે કાળા બજારી થતી હતી તે પણ બંધ થઈ જશે. સાથેજ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઈન્જેકશનનો સ્ટોક પણ મળી રહેશે.