રમત ગમત

ભારતે પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું, ટીમને જીત અપાવવામાં આ બે ખેલાડીઓનો રહ્યો હાથ…

મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ભારતીય ટીમ પોતાના અભિયાન શરૂઆત શાનદાર રીતે કરી છે. ભારતીય મહિલા ટીમે વિશ્વકપની પ્રથમ મેચમાં પાકિસ્તાન મહિલા ટીમને 107 રનના મોટા અંતરથી હરાવી શાનદાર જીત પ્રાપ્ત કરી છે. તેની સાથે આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન આવી ગઈ છે.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
ભારતીય કેપ્ટન મિતાલી રાજ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરવામાં આવ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને ટીમે માત્ર 4 રન પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર શેફાલી વર્મા (0) રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ સ્મૃતિ મંધાના (52) અને દીપ્તિ શર્મા (40) એ બીજી વિકેટ માટે 92 રનની શાનદાર ભાગીદારી કરી હતી. જ્યારે 21.5 ઓવર સુધી ભારતીય ટીમનો સ્કોર 96/1 હતો. પરંતુ ત્યારબાદ ભારતની એક બાદ એક વિકેટ પડવાના કારણે 114 રન સુધીમાં છ વિકેટ પડી ગઈ હતી.

સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકરની શાનદાર ઈનિંગ
એવામાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યાર બાદ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય મહિલા ટીમને સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકારે બહાર નીકાળી હતી. ભારતની 6 વિકેટ પડ્યા બાદ સ્નેહ રાણા (53) અને પૂજા વસ્ત્રાકર (67) એ 122 રનની શાનદાર ભાગીદારી કરીને ભારતીય ટીમને શાનદાર ટોટલ સુધી પહોંચાડી દીધું હતું. જ્યારે પૂજા વસ્ત્રાકર ઈનિંગની અંતિમ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. જ્યારે સ્નેહ રાણા અંત સુધી ટકી રહી હતી. બંને ખેલાડીઓની શાનદાર અડધી સદીની આધારે ભારતે 50 ઓવરમાં 244 રનનો ફાઈટીંગ સ્કોર બનાવી લીધો હતો.

પાકિસ્તાનની ટીમ 137 રનમાં ઓલઆઉટ
ભારત દ્વારા આપેલ 245 રનના ટાર્ગેટ પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 137 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ બેટિંગ દરમિયાન શરૂઆતથી જ દબાવમાં જોવા મળી હતી. પાકિસ્તાન મહિલા ટીમને 28 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને નિયમિત અંતરાલ પર સફળતા મળતી રહી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન ઓપનર સિદ્રા અમીન (30) દ્વારા બનાવવામાં આવ્યા હતા. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડ દ્વારા સૌથી વધુ ચાર વિકેટ લેવામાં આવી હતી. બેટિંગમાં શાનદાર રમત દેખાડનાર સ્નેહ રાણાએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા બે વિકેટ પ્રાપ્ત કરી હતી. આ સિવાય ઝૂલન ગોસ્વામીને બે સફળતા પ્રાપ્ત થઈ હતી. દીપ્તિ શર્મા અને મેઘના સિંહને પણ એક-એક વિકેટ પ્રાપ્ત થઈ હતી.

[quads id=1]

Related Articles

Back to top button