રમત ગમત

શ્રીલંકા સામેની પાકિસ્તાનની જીતથી ભારતને થયો ફાયદો, WTC ટેબલમાં થયો મોટો ફેરફાર, જાણો…..

પાકિસ્તાને ગાલે ટેસ્ટમાં શ્રીલંકાને ચાર વિકેટથી હરાવ્યું અને બે ટેસ્ટની સીરીઝમાં 1-0 ની અજેય સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. આ જીત સાથે પાકિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં પણ ફાયદો થયો છે. ટીમ WTC ટેબલમાં એક સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા સ્થાને પહોંચી આવી છે. આ સાથે જ શ્રીલંકાને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાનેથી છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે.

શ્રીલંકા-પાકિસ્તાન ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા શ્રીલંકાની ટીમ 52 પોઈન્ટ અને 54.17 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર આવી ગઈ હતી. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 44 પોઈન્ટ અને 52.38 પોઈન્ટ ટકાવારી સાથે ચોથા ક્રમ પર હતી.

હવે ગાલે ટેસ્ટ સમાપ્ત થયા બાદ પાકિસ્તાનના 56 પોઈન્ટ અને 58.33 પોઈન્ટ ટકાવારી થઈ ગઈ છે. પાકિસ્તાને આ WTC સાઈકલ (2021-23) માં અત્યાર સુધીમાં કુલ છ ટેસ્ટ રમી છે. જેમાંથી ટીમે ચાર મેચ જીતી છે અને બેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે શ્રીલંકાના પોઈન્ટ માત્ર 52 છે, પરંતુ પોઈન્ટ ટકાવારીમાં ઘટાડો થયો છે. શ્રીલંકાની પોઈન્ટ ટકાવારી 48.15 છે. ટીમ અત્યાર સુધીમાં આઠ ટેસ્ટ રમી ચૂકી છે. જેમાંથી શ્રીલંકાએ ચારમાં જીત અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

પાકિસ્તાનની જીતથી ટીમ ઈન્ડિયાને પણ ઘણો ફાયદો થયો છે. આ જ મહિનામાં ઈંગ્લેન્ડ સામે ભારતની હાર અને ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાની જીત બાદ ભારતીય ટીમને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ચોથાથી પાંચમા ક્રમે આવી ગઈ હતી. હવે પાકિસ્તાનની જીત સાથે ભારત ચોથા સ્થાને પહોંચી ગયું છે. ટીમના 75 પોઈન્ટ છે અને તેની પોઈન્ટ ટકાવારી 52.08 છે.

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 12 ટેસ્ટ રમી છે. જેમાંથી ભારતીય ટીમે છમાં જીત અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે બે મેચ ડ્રો રહી છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતે હવે કોઈ ટેસ્ટ રમવાની નથી. બીજી તરફ, શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં જો પાકિસ્તાન બંને મેચ જીતવામાં સફળ રહેશે તો તે પોઈન્ટ ટકાવારીમાં ભારત પર સારી સરસાઈ મેળવી લેશે.

[quads id=1]

Related Articles

Back to top button