રમત ગમત

ભારતે પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવ્યું, ઈશાન કિશનની શાનદાર અડધી સદી

ભારતે પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવ્યું, ઈશાન કિશનની શાનદાર અડધી સદી

લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T-20 મેચમાં ભારતે શ્રીલંકાને 62 રનથી હરાવી શાનદાર જીત પ્રાપ્ત કરી છે. તેની સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ બનાવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટે 199 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં છ વિકેટે 137 રન જ બનાવી શકી હતી.

ભારત તરફથી બેટિંગમાં ઈશાન કિશને સૌથી વધુ 89 અને શ્રેયસ અય્યરે અણનમ 57 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને વેંકટેશ અય્યરે બે-બે વિકેટ પ્રાપ્ત કરી હતી. જ્યારે શ્રીલંકા તરફથી ચરિથ અસાલંકાએ અણનમ 53 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યા નહોતા.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી મળેલા વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમની શરૂઆત સારી રહી નહોતી. પ્રથમ જ બોલ પર પથુમ નિસાનકા પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ શ્રીલંકાની ટીમની નિરંતર અંતરાલ પર વિકેટ પડતી રહી હતી.

આ દરમિયાન જેનિથ લિયંગે 11, કમલ મિશારા 13 અને દિનેશ ચાંદીમલ 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ચરિથ અસલંકાએ એક તરફથી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યા નહોતા.

અસલંકાએ 47 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 53 રન બનાવ્યા હતા. જ્યારે દુસાન શનાકા માત્ર ત્રણ રન બનાવી શક્યા હતા. અંતમાં ચમિકા કરુણારત્નેએ 14 બોલમાં 21 રન અને દુષ્મંથા ચમીરાએ 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. પરંતુ આ બંને માત્ર પોતાની ટીમની હારના અંતર ને ઓછું કરી શક્યા હતા.

ભારત તરફથી ભુવનેશ્વર કુમારે બે ઓવરમાં 9 રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે બીજી તરફ વેંકટેશ અય્યરે 3 ઓવરમાં 36 રન આપીને બે વિકેટ પ્રાપ્ત કરી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ લીધી હતી.

[quads id=1]

Related Articles

Back to top button