બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને 238 રનથી હરાવી દીધું હતું. તેની સાથે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરીઝ 2-0 થી પોતાના નામે કરી લીધી છે. 28 વર્ષ બાદ ભારતે શ્રીલંકાને ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે.
પ્રથમ ઇનિંગમાં 109 રનમાં ઓલઆઉટ થયા બાદ બીજી ઇનિંગમાં શ્રીલંકાના બેટ્સમેનોને વધુ સમય ક્રીઝ પર ટકવા દીધા નહોતા. પરંતુ ફરી એક વખત તેઓ આવું કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમ છતાં કેપ્ટન દિમુથ કરુણારત્ને એક છેડેથી ઉભા રહ્યા હતા. તેમણે 174 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 107 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 14મી સદી છે.
ભારતીય બોલરોની શાનદાર બોલિંગ સામે શ્રીલંકાના આઠ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા નહોતા. લાહિરુ થિરિમાને 00, એન્જેલો મેથ્યુસ 01, ધનંજય ડી સિલ્વા 04 અને નિરોશન ડિકવેલા 12 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે ચરિથ અસલંકા 05, લસિથ એમ્બુલડેનિયા 02, સુરંગા લકમલ 01 અને વિશ્વા ફર્નાન્ડો 02 રન બનાવીને આઉટ થયા હતા.
ઓફ સ્પિનર આર અશ્વિને પોતાની બોલિંગથી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેમને બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યા અને અંત સુધી વિકેટો પ્રાપ્ત કરતા રહે છે. તેમને ચાર વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ બીજા બોલર જસપ્રીત બુમરાહ, જેમને પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાની પાંચ વિકેટ લીધી હતી, તે પણ આ ઇનિંગમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યા, જેમાં ઓપનર જોડી લાહિરુ થીરીમાને (0) અને દીમુથ કરુણારત્ને (107) ની વિકેટ સામેલ છે અને ત્રીજી વિકેટ તેમને સૂરંગા લકમાલી (1) ની ઝટકો લાગ્યો હતો.
બોલર અક્ષર પટેલ પણ પાછળ રહ્યા અને બે વિકેટ તેમને પણ લીધી હતી. જેમાં નિરોશન ડીકવેલા અને ચરિત અસલંકાની વિકેટ સામેલ છે. જ્યારે, રવીન્દ્ર જાડેજાને પણ એક વિકેટ પ્રાપ્ત કરી હતી. આ દરમિયાન શ્રીલંકા 59.3 ઓવરમાં ૨૦૮ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 252 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકન ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 109 રન જ બનાવી શકી હતી. ત્યાર બાદ બીજા ઇનિંગમાં ભારતે 303 રન બનાવી શ્રીલંકા સામે 450 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 208 રન જ બનાવી શકી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…