10 ફેબ્રુઆરીથી બેંકોએ તેમની તમામ સેવાઓના દરમાં વધારો કરી દીધો છે. ખાસ કરીને આમાં, એવી બેંકોના ચાર્જ ઘણા વધારવામાં આવ્યા છે જે ખાનગી છે અથવા પ્રીમિયમ સેવા આપવાની વાત કરે છે. તેમાં SBI, ICICI, HDFC, બેંક ઓફ બરોડા સહિત લગભગ તમામ બેંકોનો સમાવેશ થાય છે. આમાં IMPS, મિનિમમ બેલેન્સ, ચેક બાઉન્સ, ચેક ક્લિયરન્સ જેવી અન્ય સેવાઓના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.
બેંકોના આ વધેલા ચાર્જ માં સૌથી મહત્વપૂર્ણ ચેક બાઉન્સ ચાર્જ અને મિનિમમ બેલેન્સ છે. જેમાં લગભગ દરેક ત્રીજી વ્યક્તિ અસરગ્રસ્ત થાય છે. પ્રાઈવેટ બેંકે દરેક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા 5 હજારથી વધારીને 10 હજાર ઓછામાં ઓછા કરી દીધા છે. જ્યારે કોર્પોરેટ એકાઉન્ટ અથવા ચાલુ (કરેંટ) એકાઉન્ટમાં આ મર્યાદા ઓછામાં ઓછી 25 હજાર થઇ ગઈ છે. આજ રીતે સરકારી બેંકો પણ હવે બચતમાં મિનિમમ બેલેન્સ 1 હજારથી લઈને 3 હજાર કરી રહી છે. જો કે, સરકારી બેંકોમાં તે અલગ અલગ બેંક પર નિર્ભર રહેશે.
IMPS થી ટ્રાન્સફર મર્યાદા વધી અને ચાર્જ પણ
Bank Websites (સરેરાશ તમામ બેંકોમાં IPMS માટે લાગુ) ના અનુસાર, ‘ત્વરિત ચુકવણી સેવાઓ’ એટલે કે IMPS હેઠળ પૈસા ટ્રાન્સફર કરવાની મર્યાદાને વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં માત્ર 2 લાખ રૂપિયા જ IMPS દ્વારા મોકલી શકાતા હતા. જેને વધારીને હવે 5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તેના પર હવે 20 રૂપિયાનો ચાર્જ લાગશે. તેનો ચાર્જ લગભગ બધી બેંકોમાં એક સરખો જ છે. પરંતુ તેની મર્યાદા સરકારી બેંકોમાં ઓછી છે. જ્યારે ખાનગી બેંકોમાં તેને વધારીને 5 લાખ સુધી કરી દેવામાં આવી છે.
Credit Card પર વધ્યો ચાર્જ
ફેબ્રુઆરીથી ICICI bank એ તેના ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર ચાર્જ વધારી દીધો છે. બેંક દ્વારા મોકલવામાં આવેલા ટેક્સ્ટ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, 10 ફેબ્રુઆરીથી ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રોકડ એડવાન્સ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ 2.50% લાગશે. દરેક વખતે તેના ઉપયોગ કરવા પર ઓછામાં ઓછી 500 રૂપિયાની ફી થશે. આ જ રીતે ચેક રિટર્નમાં પણ કુલ રકમના 2% ચાર્જ વસૂલવામાં આવશે. ચેક બાઉન્સ થશે તો 500 રૂપિયા ચૂકવવા પડશે. રોકડ, ક્રેડિટ કાર્ડ, ચેક સાથે જોડાયેલ બધા નિયમ અને તેના ચાર્જ 10 ફેબ્રુઆરીથી લાગુ થઇ જશે.
પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે 1 ફેબ્રુઆરીથી ત્યાં ઓટો ડેબિટ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે. જો તમારા એકાઉન્ટમાંથી દર મહિને કોઈ હપ્તો કપાઈ રહ્યો છે અને તે બાઉન્સ થઇ ગઈ છે તો પ્રતિ ટ્રાન્ઝેક્શન 250 રૂપિયાનો ચાર્જ લાગશે. પહેલા તેની કિંમત 100 રૂપિયા હતી. લોન સાથે કોઈ એકાઉન્ટ જોડાયેલું છે, તો તેના ડિફોલ્ટ પર વધુ ચાર્જ વસૂલવામાં આવશે. જો કે તે 15 જાન્યુઆરીથી ચાર્જ લાગુ થઇ ગયેલ છે.
Minimum Balance સરકારી બેંકોમાં પણ ફરજિયાત
Minimum Balance ને લઈને પણ નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખાનગી બેંકે હવે શહેરી વિસ્તારો માટે 5 હજારથી વધારીને 10 હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ કરી દેવામાં આવ્યું છે.