અમદાવાદ માં માધુપુરા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચેની સામાન્ય તકરારમાં એસિડ એટેકની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી અને અન્ય એક આરોપી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માધુપુરા માં આવેલી તેલીયા મિલની ચાલીમાં બન્ને પાડોશીઓ વચ્ચે સાવ સામાની બાબત ને લઈને બોલાચાલી થઈ હતી. આવી સામાન્ય તકરારમાં વધુ મામલો બીચકતા રાકેશ નામના શખ્સે અક્ષય નામના યુવક પર એસિડ ઍટેક કર્યો હતો.
આટલી સામાન્ય બાબતમાં એસિડ એટેકની ઘટના બનતા પોલીસ પણ વિચારતી થઇ છે, જોકે અક્ષયે પણ એસિડ રાકેશ પર નાખીને પ્રતિકાર કર્યો હતો. જેમાં અક્ષય શરીર પર વધુ દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધીને એક આરોપી રાકેશની ધરપકડ કરી છે.બીજી તરફ ઘટના સ્થળના પુરાવા ભેગા કરતા એક રાકેશના દીકરા પર પણ થોડોક એસિડ લાગતા તેંને સામાન્ય ઇજા પહોંચી હતી.ઉલ્લેખનીય છે કે બન્ને પડોશીઓ વચ્ચે લાંબા સમયથી નાની મોટી તકરાર ચાલતી હતી જે આજે એસિડ ઍટેક જેવા ગુનામાં પરિણમી હતી.