મનોરંજન

મુંબઈના આ પોશ વિસ્તારમાં માધુરી દીક્ષિતે ખરીદ્યું નવું ઘર, તસ્વીરો થઈ વાયરલ

માધુરી દીક્ષિત ઘણા વર્ષો ન્યૂયોર્કમાં રહ્યા બાદ હવે મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ છે. તે હવે પતિ શ્રી રામ નેને અને બે પુત્રો સાથે મુંબઈમાં જ રહેશે. જ્યારે હવે માધુરી દીક્ષિત માયાનગરીમાં એક નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે જે મુંબઈના પોશ વિસ્તાર વર્લીમાં છે. માધુરી દીક્ષિતનું નવું ઘર ખૂબ જ સુંદર છે.

માધુરી દીક્ષિતનું નવું ઘર વર્લીના હાઈ રાઈઝ એપાર્ટમેન્ટના 29મા માળે આવેલ છે. જેની સુંદર તસ્વીરો સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, માધુરી દિક્ષિતે આ ઘર લીઝ પર લીધું છે, જેનું માસિક ભાડું લગભગ 12.5 લાખ રૂપિયા રહેલું છે. જ્યારે 5500 સ્ક્વેર ફૂટમાં બનેલા આ ઘરની સુંદર તસ્વીરો હવે સામે આવી ગઈ છે.

અભિનેત્રી માધુરી દીક્ષિતના આ ઘરને આર્કિટેક્ટ અપૂર્વા મહેતા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર આ ઘરની ઘણી તસ્વીરો અને વીડિયો શેર કરવામાં આવેલ છે. જ્યારે આ ઘરને પૂર્ણ કરવામાં 45 દિવસનો સમય લાગ્યો છે. પરંતુ 45 દિવસમાં આ ઘરની કાયાપલટ થઈ ગઈ છે. આ વિડીયોમાં શાનદાર ઘરની ઝલક જોવા મળી રહી છે.

લાંબા સમય સુધી સ્ક્રીન પરથી બ્રેક લીધા બાદ માધુરી દીક્ષિતે તેની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી હતી. હવે તે માત્ર અભિનેત્રી જ નથી પરંતુ રિયાલીટી શોની જજથી લઈને એક પરફેક્ટ એન્ટરટેઈનર બની ચુકી છે જે સોશિયલ મીડિયા ચવાયેલી રહે છે.

તેમ છતાં અત્યાર સુધી માધુરી દીક્ષિત જે ઘરમાં રહેતી હતી તે પણ ખૂબ જ શાનદાર અને સુંદર છે, જેને માધુરી દ્વારા સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર ઘણી વખત તેમના આ ઘરની ઝલક જોવા મળી જાય છે. ડાઈનિંગ હોલથી લઈને બેડરૂમ સુધી તેણે ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. ઘરની સજાવટની ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago