ગુજરાતસુરત

સુરતના આ વિસ્તારમાં સ્પાની આડમાં ચલાવવામાં આવી રહ્યો હતો દેહવ્યાપારનો ધંધો, આ રીતે થયો પર્દાફાશ

સુરતમાં સતત સ્પાની આડમાં ચલાવવામાં દેહવ્યાપારના ધંધા ચલાવવામાં આવી રહ્યા છે. સતત સુરતમાં આવી જ ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં આજે એવી જ એક ઘટના સામે આવી છે. સુરતના વરાછામાંથી એક સ્પામાં દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. તેના પરથી પર્દાફાશ થઈ ગઈ છે.

સુરતના વરાછાની બોમ્બે માર્કેટ પાસે એક સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. જેમાં રેડ પાડ આવતા મહિલા સહીત ગ્રાહક પકડાઈ આવ્યા છે. આ ઘટનામાં જાણકારી સામે આવી છે કે, પોલીસને આ મામલામાં 100 નંબર પર વરાછામાંથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વરાછાના બોમ્બે માર્કેટ પાસે આવેલા તાપતિ ગંગા એપાર્ટમેન્ટમાં સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ પોલીસ દ્વારા ત્યાર દરોડા પાડવામાં આવ્યા હતા.

તે દરમિયાન જોવા મળ્યું કે, અહી દેહવ્યાપારનો ધંધો કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં સ્પાની સંચાલક સીમા ઉર્ફે રોમા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે શરીર સુખ માણવા આવેલા ગ્રાહકોની સાથે સ્પાના ગ્રાહકો પણ અહીં રહેલા હતા. તેમને સુરત પોલીસ દ્વારા મિસિંગ સેલ પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા છે.

તેમ છતાં સુરતમાં અવારનવાર સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હોય તેવી ઘટનાનો સામે આવી છે. એવામાં પોલીસ દ્વારા આવી જગ્યાએ સખ્ત રેડ પાડીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button