રાજકારણ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી માત્ર પોસ્ટરો પર છે, જીત અમારી જ થશે : CM ભુપેન્દ્ર પટેલ

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈને ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ પણ વિધાનસભા ચુંટણી પહેલા જ એક્શન મોડમાં આવી ગઈ છે. જ્યારે વિધાનસભાની ચુંટણી પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચૂંટણીઓમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અગાઉની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. તેમ છતાં આ વખતે આમ આદમી પાર્ટી પણ ધૂમ મચાવી રહી છે. પંજાબમાં તાજેતરમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવા માટે ઉત્સાહિત છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા ભુપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘આમ આદમી પાર્ટી શું છે, કોઈપણ પાર્ટી ચૂંટણી લડી શકે છે. તે લોકશાહીનો ભાગ છે. ભાજપની વાત કરીએ તો કોઈપણ પાર્ટીનો જાદુ ચાલશે નહીં. ગાંધીનગરની નાગરિક ચૂંટણી વખતે પણ આમ આદમી પાર્ટીને લઈને ઘણી વાતો કરવામાં આવી હતી. ભાજપ 41 થી 44 બેઠકો જીત્યા બાદ તેમના સપના ચકનાચૂર થઈ ગયા હતા.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી માત્ર પોસ્ટર પર જ ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું છે કે, “જનતાએ વિચારી લીધું છે કે, ગુજરાતમાં વિપક્ષને થોડી જ સીટો જ આપવામાં આવશે. ભલે કોંગ્રેસ હોય અથવા આમ આદમી પાર્ટી થોડી સી સીટો પર તેમને સંતોષ કરવો પડશે. હજુ પણ રાજ્યના લોકો ભાજપને પસંદ કરે છે. અમે સતત જનતા માટે કામ કરતા રહીશું. અમારા ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે, જનતાની પ્રથમ પસંદ ભારતીય જનતા પાર્ટી છે અને છઠ્ઠી વખત અમને લોકોની સેવા કરવાનો મોકો મળશે.”

તેમણે જણાવ્યું છે કે, દરેક ભાજપ કાર્યકર્તા વડાપ્રધાન મોદી પાસેથી પ્રેરણા લે છે. અમે ફક્ત તેમના કાર્યને આગળ વધારવા માટે સેવા આપીએ છીએ. કોઈ પણ તેમની બરાબરી કરી શકે નહીં. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી છોડી દીધી હતી અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button