રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના અંત સુધીમાં યોજાવવા જઈ રહી છે, ત્યારે અત્યારથી ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીઓ દ્વારા આ ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે તેની સાથે સાથે આવી આ પાર્ટીઓના ધારાસભ્યો સાથે કાર્યકરો દ્વારા પાર્ટીઓ માંથી પક્ષ પલ્ટો કરવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે આજે મોટી સંખ્યામાં સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આ દરમિયાન AAP ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મહત્વની માહિતી આપતા કહ્યું કે, હાલમાં ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું જઈ રહ્યું છે. લોકો આમ આદમી પાર્ટીના સુકાર્યો થી પ્રભાવિત થઈને AAP માં જોડાઈ રહી છે. ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે જનહિત માટે સમર્પિત રહેતા સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
આ દરમિયાન AAP ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ચૌહાણ પૂનમસિંહ ડુંગરસિંહ (આશાપુરા મંદિર ટ્રસ્ટ પ્રમુખ-દહેગામ), સુહાગભાઇ પંચાલ (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ-દહેગામ, રહેવાસી ઝાક), મુકેશસિંહ ચૌહાણ (સેક્રેટેરી દૂધ ઉત્પાદક મંડળી-ભાટઈ), સુરેશભાઈ ચૌધરી (પૂર્વ સરપંચ-બાબરા), ઝાલા મહેશસિંહ ભવાનસિંહ (ઉપસરપંચ), ઝાલા પ્રહલાદસિંહ બદસિંહ (સક્રિય સરપંચ-જેસાના મુવાડા), ગઢવી દિલીપકુમાર ગુલાબસિંહ (ગઢવી સમાજ પ્રમુખ-દહેગામ), શ્રવણસિંહ ભવાનસિંહ સોલંકી (પૂર્વ સરપંચ-પસુનીયા), ઝાલા ઘનશ્યામસિંહ દિગ્વિજયસિંહ (વિવેકાનંદ યુવા સંગઠન-પ્રમુખ), વસંતભાઈ (પીંપલજ) ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું છે.
રાજ્યમાં દિવસે ને દિવસે ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીમાં જે ગતિથી જોડાઈ રહ્યા છે તે જોઈને ભાજપને ડર સતાવી રહ્યો છે. ત્યારે હવે ભાજપે પણ માની લીધું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તેમની મુખ્ય વિરોધી પક્ષ છે. આપના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ હાલમાં પણ ગુજરાતના ઘર ઘર સુધી ફ્રી વીજળી આંદોલન વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે. જેઓ ભાજપની ખોટી નીતિઓ વિરુદ્ધ ગુજરાતની જનતા જાગૃત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની જનતા ને ન્યાય અપાવવા માટે AAP ના નેતા અને કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આપની આ મહેનત જોઈને ગુજરાતની જનતા પ્રભાવિત થઈને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે. ત્યારે આજ વિશ્વાસ જ ગુજરાતમાં ઐતિહાસિક બદલાવનું કારણ બનશે.
ગુજરાતની જનતા હવે જેવું દિલ્લીમાં કેજરીવાલ સરકારે કર્યું છે તેવું ગુજરાતમાં પણ સ્થાપિત કરવામાં માંગે છે. એટલે આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને મોટા પ્રમાણમાં મત આપીને AAP ને જરૂરથી જીતાડશે. આ કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી સહિત ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી, ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ અને સંગઠન મંત્રી હસમુખભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…