દેશ

બે જૂથો ઝઘડી રહ્યા હતા તેમને થાળે પાડવા એક આધેડ વચ્ચે પડ્યા તો….

બે જૂથો ઝઘડી રહ્યા હતા તેમને થાળે પાડવા એક આધેડ વચ્ચે પડ્યા તો....

બિહારના સીતામઢી જિલ્લાના નાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌપર કાલા ગામમાં એક આધેડને માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગામમાં જ બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, કૈલાશ રાય બંને પક્ષોને શાંત કરવા માટે ગયા હતા, પરંતુ એક પક્ષના લોકો દ્વારા તેને મારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટના સોમવારે સવારે 10 વાગ્યે બની હોવાનું સામે આવ્યું છે. ગામના લોકોએ ગંભીર હાલતમાં કૈલાશ રાયને પીએચસીમાં દાખલ કર્યો, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, ગામમાં બંને પક્ષો વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, કૈલાશ રાય ત્યાં પહોંચ્યા અને બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન એક પક્ષના લોકોએ કૈલાશ રાય પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. પોતાના પર હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ જમીન પર જ ઢળી પડ્યા હતા. ગામના લોકો તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું.

મૃતક કૈલાશ રાયના પુત્ર સંજીત રાયે જણાવ્યું છે કે, જમીનના વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, તેના પિતા મામલો થાળે પાડવા માટે ત્યાં ગયા હતા, તે દરમિયાન ગામના વેપારી લાલાબાબુ રાય તેના સહયોગીઓ સાથે હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેમને જણાવ્યું કે, ડીલર લાલાબાબુ રાયથી તેમના પિતાનો પહેલા કોઈ વાતને લઈને વિવાદ થયો હતો.

જયારે આ ઘટનાને લઈને એસએચઓ રામવિનય પાસવાને જણાવ્યું હતું કે, મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે સીતામઢી સદર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, અન્ય આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button