ક્રાઇમસમાચાર

“મને માફ કરજો મમ્મી-પપ્પા હું” લખીને યુવતીએ ભર્યું અંતિમ પગલું જાણો તેની પાછળનું કારણ… 

પર્વત વિસ્તારમાં એક પાડોશીથી પરેશાન થતી એક છોકરીએ તેના જન્મદિવસે આત્મહત્યા કરી લીધી હતી. તેને સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, “મમ્મી પપ્પા મને માફ કરજો. પણ મને મોહિતે આ કરવા માટે મજબૂર કરી છે.” સુસાઈડનોટમાં તેણે પડોશમાં રહેતો મોહિત નામનો યુવાન ત્રાસ આપતો હોવાનો આરોપ જણાવવામાં આવ્યો છે. 

પોલીસે આ આત્મહત્યાની તપાસ શરૂ કરી ઉશ્કેરણીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મને માફ કરજો મમ્મી-પપ્પા મોહિતે મને આવું કરવા માટે મજબૂર કરી છે. મધ્ય દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં શુક્રવારે આત્મહત્યા કરનાર 19 વર્ષીય યુવતીની સુસાઇડ નોટમાં આ વસ્તુઓ લખેલી મળી આવી છે. 

સુસાઈડ નોટમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના પાડોશી મોહિત નામના યુવક પર મિત્રતા માટે દબાણ અને સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. અને યુવતીએ આ ત્રાસથી કંટાળીને તેના જન્મદીવસે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાની કલમ હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકના પિતા 45 વર્ષીય શ્યામ સાહુ, બલજીત નગર સ્થિત ભીલ વસ્તીમાં પરિવાર સાથે રહે છે. તે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પત્ની અનિતા પણ ખાનગી કંપનીની ઓફિસમાં કામ કરે છે. 

મૃતક પ્રીતિ સિવાય તેઓને એક પુત્ર છે. જે 11 મા ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસને કરેલી ફરિયાદમાં તેણે જણાવ્યું કે શુક્રવારે તેની પુત્રી પ્રીતિનો જન્મદિવસ હતો. રોજની જેમ પતિ-પત્ની બંને સવારે કામ માટે નીકળ્યા. તેનો પુત્ર પણ બહાર ગયો હતો. જ્યારે તે સાંજે પાછો ફર્યો હતો. 

તે સાંજે પાછો ફરો ત્યારે તેને તેની બહેનને રૂમમાં લટકતી જોઈ હતી. આ પછી તેણે ફોન કરીને માતા -પિતાને કહ્યું કે દીદીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. ત્યારબાદ તેઓ તરત જ તેની પત્ની સાથે ઘરે પહોંચ્યા હતા. 

તેણે જોયું કે પુત્રીએ તેના મૃત્યુનું કારણ તેના હાથ પર અંગ્રેજીમાં લખ્યું હતું. આ કેસમાં પોલીસે મૃતદેહને પંખા પરથી ઉતારીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ સંબંધીઓને સોંપ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતક અને આરોપીઓની કોલ ડિટેલ મેળવી લેવામાં આવી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મૃતકના પિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે દોઢ વર્ષ પહેલા તેણે તેની દીકરીને મોહિત સાથે વાત કરતા જોઈ હતી. જે તેમને ન ગમ્યું. આ પછી, તેણે જ પુત્રીને તેની સાથે વાત કરવા અથવા કોઈપણ પ્રકારનો સંપર્ક કરવાની ના પાડી હતી. 

પ્રીતિએ તેના પિતાની સલાહ બાદ મોહિત સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પરંતુ મોહિત સતત પ્રીતિને તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. અને તે વિવિધ માધ્યમથી તેનો સંપર્ક કર્યા કરતો હતો. ઘટનાના ત્રણ-ચાર દિવસ પહેલા પણ પુત્રીએ તેના પિતાને કહ્યું હતું કે મોહિતને સમજાવો, નહીંતર હું મરી જાશ. પરંતુ પિતાએ આ વાત પર વધારે ધ્યાન આપ્યું ન હતું.  

[quads id=1]

Related Articles

Back to top button