ટેક્નોલોજી

Hyundai એ લોન્ચ કરી નવી શાનદાર કાર SUV કાર, કિંમત ફક્ત આટલી હશે, જાણી લ્યો ફીચર્સ

કારના ચાહકો માટે ખુશ ખબર Hyundai આ વર્ષે માઇક્રો એસયુવીની Casper કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર હ્યુન્ડાઇની આ માઇક્રો એસયુવીનું નામ Hyundai Casper હશે. આ નાની હ્યુન્ડાઇ કાર કોડનેમ એએક્સ 1 દ્વારા જાણીતી થઈ હતી.

હ્યુન્ડાઇની માઇક્રો એસયુવી સપ્ટેમ્બર 2021માં એટલે કે બે મહિના પછી કોરિયામાં મોટાપાયે ઉત્પાદનની શરૂઆત કરી રહી છે. વિશ્વ સાથે ભારતમાં પણ આ કાર માઇક્રો એસયુવીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.

કંપનીની પ્રથમ કાર કોરિયન બજારમાં લોન્ચ કરવાની તૈયારી છે. રિપોર્ટ અનુસાર Hyundai Casper પ્રથમ આ વર્ષના અંત સુધીમાં કોરિયામાં કાર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

કંપનીએ આ માઇક્રો એસયુવીને કોરિયન બજાર માટે Casper નામથી નોંધણી કરાવી દીધી છે. પરંતુ હજી આ નામ સાથે આ કાર ભારત સહિત અન્ય દેશોમાં વેચવામાં આવશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી. ભારતમાં આ કાર વર્ષ 2022 માં લોન્ચ કરી શકે છે.આ કાર હ્યુન્ડાઇથી સૌથી નાની એસયુવી હશે. તે વેન્યુ કાર કરતા થોડીક સાઇઝમાં નાની છે.

કેસ્પર હ્યુન્ડાઇના કે 1 કોમ્પેક્ટ કાર પ્લેટફોર્મ પર છે, જે હાલમાં ગ્રાન્ડ આઇ 10 નિઓસ અને સેન્ટ્રો કારમાં જોવા મળશે. Casper ને 4 સિલિન્ડરની ક્ષમતાવાળા 1.2L નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 83hp નો પાવર અને 114Nm નો ટોર્ક જનરેટ કરતું હશે.  આ સિવાય કંપની તેના નીચલા વેરિએન્ટમાં 1.1 લિટર પેટ્રોલ એન્જિન પણ આપશે, જેથી કારની કિંમત ઓછામાં ઓછી રહેશે. આ કારની કિમત આશરે 4 થી 5 લાખ રૂપિયા સુધીમાં અને તે એન્ટ્રી લેવલ માઇક્રો એસયુવી હશે.

[quads id=1]

Related Articles

Back to top button