દુબઈમાં વસવાટ કરતાં ગુજરાતી દંપતીએ પતિનું મૃત્યુ થતાં તેના અંગોનું દાન કરીને સમાજમાં બેસાડયો દાખલો..
આજે એક મહિલાએ વિદેશની ધરતી પર ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ આજથી લગભગ દોઢ મહિના પહેલા કચ્છ ભુજની પુત્ર વધૂએ તેના પતિ તુષાર મહેતાનું અવસાન થતાં તેનું અંગદાન કરીને જૈન પરિવારે તેમના સમાજમાં એક સેવાનો દાખલો બેસાડયો હતો.
વિદેશમાં લગ-ભગ એક મહિના અગાઉ સુરતના વતની શ્રીમાળી સોની નામના પરિવારે સેવાકીય કાર્ય શરૂ કર્યું હતું. થોડા સમય બાદ તેના પતિને બ્રેન સ્ટ્રોક આવતા તેનું મૃત્યુ નિશ્ચિત હતું. આ વાતની જાણ થતાં તેમણે તેના પતિના અંગો નું દાન કરવાનો નિર્ણય લીધો હતો.
ત્યારબાદ તેઓએ કિડની, લીવર અને ફેફસાનું દાન કરીને અન્ય 3 લોકોને જીવન દાન આપ્યું હતું. 11 જુલાઈના રોજ પંચાવન વર્ષની ઉંમરના દુબઈમાં રહેતાં નિલેશભાઈ અરવિંદભાઇ ચિતાનિયાને સાંજે અચાનક બ્લડપ્રેશર વધી જતાં તેને તાત્કાલિક આઇસીયુમાં લઈ જાઈને તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
પણ આ સ્ટ્રોક એટલી હદે તીવ્ર સ્વરૂપમાં હતો કે તેઓ તેમના રહેઠાણના પાર્કિંગમાં જ કોમમાં સરી પડ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને ડોક્ટરોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. અને તેમનું મૃત્યુ નિશ્ચિત થય ગયું હતું.
તેજ સમયે સમાજને ઉપયોગી થવા માટે તેમના પત્ની ખુશ્બુબેને તેમના પતિના હૃદય પર હાથ મૂકીને નિર્ણય લીધો કે તેમણે અંગદાન કરવું છે. જેનાથી તેમની સ્મૃતિ જીવંત રહી શકે. ખુશ્બુબહેને જણાવ્યું હતું કે તેના પતિના ફેફસા 17 જુલાઈના રોજ 35 વર્ષીય વ્યક્તિનામાં લગાવવામાં આવ્યા હતા.
અને તેમની એક કિડની 57 વર્ષના એક માણસમાં લગાવવામાં આવી હતી. અને તેમનું લીવર 43 વર્ષના એક પુરુષને અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે મને સતત સાથ અને સહકાર આપનાર સૌરભ પચ્ચિગરે આ પ્રક્રિયા માટે દુબઇની સેહા કિડની કેરના વહીવટકર્તાને જાણ કરી ફૉર્માલિટી પૂર્ણ કરી છે.
એક બાજુ જોવા જઈએ તો નીલેશભાઈ નું મૃત્યુ એક દુખદ ઘટના છે, પરંતુ તેના મૃત્યુ પછી સમાજના દરેક લોકોને એક ઉદાહરણ જાણવા મળે છે કે કોઈ પણ માણસના અવસાન બાદ તેના જરૂરી અંગો અન્ય લોકોને દાન કરવા જોઈએ. ખુશ્બુ બહેને એક ખુબજ સારો નિર્ણય લઈ ને સમસ્ત ગુજરાતીઓ માટેનું ગૌરવ વધાર્યું છે.
તેમની સાથે આજે દુબઈમાં તમામ ગુજરાતીઓ અને કચ્છી સમાજ ઊભું છે. ખુશ્બુ બહેનના આ કાર્ય વિશે જાણીને દુબઈની સરકારે પણ તેમની પ્રશંસા કરી છે. ત્યારબાદ યુએઈ ટ્રાન્સપ્લાન્ટેશનના ચેરમેન ડૉ. અબ્દુલ અલીકરમે લેખિતમાં પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે,
તમારા પરિવાર પર આવેલી આ દુખદ ઘટના વચ્ચે તમારા પતિના અંગદાન કરવાનો નિર્ણય સમાજ માટે એક પ્રેરણાદાયી નિર્ણય છે. તમારા આ નિર્ણયના કારણે બીજા અન્ય લોકો ને પણ નવું જીવન જીવવાની આશા મળી છે. આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.