અમદાવાદમાં એક મહિલાની ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. જેને કાનથી સાંભળવામાં તકલીફ પડતી હતી. અને તેને તેનો પતિ મદદ માટે બોલાવતો તો તેને સંભળાતું ન હતું જેના કારણે જ આ મહિલાએ આ ઈમ્પ્લાન્ટ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. આ મહિલાની ઉંમર 75 વર્ષની છે. જે અસમા કાનપુરવાલાના કોક્લીયર ઈમ્પ્લાન્ટ માટે સર્જરી કરવામાં આવી છે.
જો કે આ મહિલાએ માત્ર સાંભળવામાં તકલીફ ન પડે તે કારણોસર નહીં પરંતુ તેને તેનો પતિ મદદ માટે બોલાવતો તો તેને સંભળાતું ન હતું જેના કારણે જ આ મહિલાએ આ ઈમ્પ્લાન્ટ સર્જરી કરવાનો નિર્ણય લીધો છે. જે સુનશ્ચિત કરવા માંગતી હતી કે મુશ્કેલીના સમયમાં જ્યારે તેમના પતિ તેમને મદદ માટે બોલાવે તો તેઓ તેમનો અવાજ સાંભળી શકે. અને તેમની મદદે કામ આવી શકે.
આ ઈમ્પ્લાન્ટ સર્જરી અમદાવાદ-ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. તેઓ હાલમાં પોતાના ઘરે પાછા ફર્યા છે. જેઓ ગોધરાથી અહીં સર્જરી માટે આવ્યા હતા. આ અંગે હોસ્પિટલમાં કાર્યરત ઈએનટી સર્જન ડોક્ટર નીરજ સુરીએ જણાવ્યું હતું કે, અસમાના પતિ મનસૂર કાનપુરવાલાને લગભગ પાંચ વર્ષ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે અસમા છેલ્લા બે વર્ષથી સાંભળવાની ક્ષમતા ધીરે ધીરે ગુમાવી રહી હતી. ત્યારે તેને કાનમાં મશીન મૂકીને સાંભળવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ આનાથી તેની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી.
જેમની પરિસ્થિતિ વધારે ખરાબ થતા તેમના પરિવારના કોઈ સભ્યએ ઈમ્પ્લાન્ટ સર્જરી કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેમને આ ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવી હતી. જો કે, અસમાએ જણાવ્યું હતું કે, મારા પતિ મને મદદ માટે બોલાવે અને હું સાંભળી ના શકું, અને તેમની મદદ પણ ના કરી શકું તો હું મારી જાતને માફ કરી શકીશ નહીં.
નોંધનીય છે કે છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતમાં જે બાળકોને સાંભળવામાં તકલીફ પડે છે તેમને આ ઈમ્પ્લાન્ટની સુવિધા પૂરી પાડવામાં આવે છે અથવા તો તેમને કાનમાં સાંભળવાના મશીન આપવામાં આવે છે.