લગ્નની વિધિ શરૂ થાઈ તે પહેલા દુલ્હન કઈક ખાતા આવી નજર…..ફોટોગ્રાફરને જોય જતાં તેને કર્યું કઈક આવું..

લગ્નના દિવસે કન્યાનો તમામ સમય તૈયાર થવા અને ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં પસાર થાય છે. આ સમય દરમિયાન તે કંઈપણ ખાઈ શકતી નથી. કન્યાને કંઈપણ ખાવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. સ્વાભાવિક છે કે આ સમય દરમિયાન કન્યાને ભૂખ લાગી હશે.
એટલા માટે આપણે આવા ઘણા વિડીયો જોયા છે. જેમાં કન્યા ખાતી વખતે ઘણું બધુ ખાય છે. જો કે, અત્યારે જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં કન્યા જમવાના સમયની રાહ જોતી નથી અને તૈયાર થયા બાદ જ જમવાનું શરૂ કરે છે. આવી જ એક ભૂખી દુલ્હનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
જેમાં તે પોતાના લગ્નની રાહ જોતી વખતે મેકડોનાલ્ડ્સનો પિઝા મેકપફ્સ ખાતી જોવા મળી રહી છે. આ વીડિયો ‘દુલ્હનિયા‘ નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં, એક કન્યા તેના લગ્ન માટે સુંદર સોનેરી લહેંગામાં તૈયાર થઈને કંઈક ખાતી જોઈ શકાય છે.
જો કે, જ્યારે કન્યા નોંધે છે કે ફોટોગ્રાફર રેકોર્ડિંગ કરી રહ્યો છે. ત્યારે તેણી પોતાનો નાસ્તો છુપાવે છે અને શરમાઈને સ્મિત કરે છે. પરંતુ થોડા સમય પછી તે સ્પષ્ટ થઈ જાય છે કે તે કંઈક ખાતી પકડાઈ ગઈ છે. ત્યારપછી તે ખૂબ હસે છે.