ભાજપના ભ્રષ્ટાચારમાં આજે ગુજરાતમાં સેંકડો પરિવારો પાસે ખાવા માટે અનાજ નથી : મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને અન્ય કાર્યકર્તા મિત્રો સાથે વેજલપોર, નવસારી ના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. તેમણે જોયું કે કેવી રીતે ભાજપે પ્રીમોન્સૂન પ્લાનિંગ ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ કર્યો છે, અને સામાન્ય જનતા ને એક રાતના વરસાદ માં હાલાકી ભોગવવી પડી રહી છે. ફરી એકવાર ભ્રષ્ટ ભાજપની પોલ ખુલ્લી ગઈ છે. પ્રિ-મોન્સુનના નામે સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ કામ કર્યું નથી, તે આજે સાબિત થઈ રહ્યું છે. રવિવારના વરસાદમાં સમગ્ર ગુજરાતમાં સ્થિતિ વણસી ગઈ હતી અને શહેર થી લઈને ગામડા સુધી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
આવી પરિસ્થિઓ માં આમ આદમી પાર્ટી જ હંમેશા થી જનતા માટે આગળ આવી છે. નવસારી માં પૂરગ્રસ્ત વિસ્તારમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને અન્ય કાર્યકર્તા મિત્રો સાથે લોકો ની મદદ કરવા ફૂડ પેકેટ નું વિતરણ પણ કર્યું અને લોકો ને આશ્વાસન આપ્યું કે આમ આદમી પાર્ટી દરેક સમસ્યા માં તેમની સાથે જ છે.
આજે ગુજરાતમાં અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ખેડૂતો પરેશાન છે, લોકો કામ પર જઈ શકતા નથી, બાળકોની શાળાઓ બંધ છે, લોકોના ધંધા-રોજગાર મુશ્કેલીમાં છે, પરંતુ ભ્રષ્ટ અને બેશરમ ભાજપ સરકાર હજુ ઊંઘમાં છે. જે રીતે સ્થિતિ બગડી રહી હતી તે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારે વરસાદ અને પૂરની સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ વ્યવસ્થા કરી નથી. આજે ગુજરાતમાં સેંકડો પરિવારો પાસે ખાવા માટે અનાજ નથી અને હવે લોકોને સરકાર પાસેથી કોઈ આશા નથી કારણ કે ગુજરાતની જનતા વર્ષોથી આ રીતે ભાજપની અરાજકતા થી વાકેફ છે.
ભાજપે વિકાસના નામે માત્ર પ્રચાર જ કર્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રથ પણ અનેક જગ્યાએ પાણીમાં અટવાયા છે. વિકાસ યાત્રા અને વિકાસ રથમાં ખર્ચવા માટે સરકાર પાસે પૈસા છે, પરંતુ લોકોને પૂરથી બચાવવા માટે સરકાર પાસે ન તો પૈસા છે કે ન કોઈ વ્યવસ્થા. ભાજપ હંમેશા જનતાના પૈસા થી ખોટા પ્રચારમાં વ્યસ્ત રહે છે. જ્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલા છે.
દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં સ્થિતિ ઘણી ખરાબ થઈ રહી છે. વલસાડ જિલ્લામાં લોકોને મોટાપાયે નુકસાન થયું છે, પરંતુ વલસાડ ના લોકો માટે સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. થોડા દિવસો પહેલા ભાજપે પોતાની રાજ્યની બેઠકમાં કરેલી ફાઈવ સ્ટાર વ્યવસ્થા જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપને માત્ર ચૂંટણી અને સત્તાની ચિંતા છે. ગુજરાતની જનતા આ વખતે ભાજપને માફ કરવાની નથી. ભ્રષ્ટ ભાજપના કારણે આ વખતે જનતાને અબજોનું નુકસાન થયું છે, ટૂંક સમયમાં જનતા તેમની સામે અવાજ ઉઠાવશે.
અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ જેવા મોટા શહેરો રાજ્ય ને આર્થિક રીતે મજબૂત કરે છે, પરંતુ આજે વરસાદના કારણે આ તમામ મોટા શહેરોની કમર તૂટી ગઈ છે. આજે મોટા રાજમાર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે, ઘણી જગ્યાએ તો આખા વાહનો ખાડાઓમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા સ્થળોએ તૂટેલા રસ્તાઓ ને કારણે ગુજરાતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પરંતુ બહેરી અને મૂંગી ભ્રષ્ટ ભાજપ સરકાર ને આ બધું દેખાતું નથી, કારણ કે ભાજપે ક્યારેય લોકોની સમસ્યાઓ સાંભળી નથી. આજે માત્ર આમ આદમી પાર્ટી છે જે લોકો ના દુઃખમાં સહભાગી બની રહી છે, આ જ આમ આદમી પાર્ટી ની વિચારધારા છે.
આમ આદમી પાર્ટી ગુજરાત