ટેક્નોલોજી

WhatsApp માં બેંક એકાઉન્ટ કેવી રીતે દૂર કરવું અથવા બદલવું? છેતરપિંડીથી બચવા માટે ફક્ત આ પદ્ધતિનો કરો ઉપયોગ

WhatsApp માં બેંક એકાઉન્ટ કેવી રીતે દૂર કરવું અથવા બદલવું? છેતરપિંડીથી બચવા માટે ફક્ત આ પદ્ધતિનો કરો ઉપયોગ

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) સમય સમયે અપડેટ્સ રિલીઝ કરતી રહે છે અને આ અપડેટ્સ દ્વારા યુઝર્સને નવા નવા ફીચર્સ પણ જોવા મળતા રહે છે. થોડા સમય પહેલા, એક અપડેટ સાથે, WhatsAppએ ‘WhatsApp Pay’ નામનું એક ફીચર બહાર પાડ્યું હતું, જે યુઝરોને WhatsApp પર જ ચુકવણી કરવાની મંજૂરી આપે છે. આજે અમે તમને આ સુવિધામાં તમારા બેંક એકાઉન્ટને ડિલીટ અથવા બદલવાની એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે સુરક્ષિત રહેશો.

શું છે ‘WhatsApp Pay’ ફીચર

જો તમને ખબર નથી તો તમને જણાવી દઈએ કે WhatsApp Pay વાસ્તવમાં WhatsAppનું ઇન-એપ પેમેન્ટ ફીચર છે, જેની મદદથી યુઝર્સ હવે ચેટ્સમાં જ મેસેજની જેમ પૈસા મોકલી શકે છે. તે એક ઇન-ચેટ UPI આધારિત ચુકવણી સેવા છે જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસિત કરવામાં આવે છે. આની મદદથી તમે ચેટમાં જ પૈસા મોકલી શકો છો અને રિસીવ પણ કરી શકો છો.

WhatsApp પર સેવ કરો બેંક એકાઉન્ટની વિગતો

આ ઑનલાઇન ચુકવણી સેવાનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા બેંક એકાઉન્ટ સાથે WhatsApp પેને લિંક કરવાની જરૂર છે કારણ કે તે UPI આધારિત સેવા પણ છે. જો તમે ઇચ્છો તો, તમે એક કરતાં વધુ એકાઉન્ટ ઉમેરી શકો છો, તમારું પ્રાઈમરી બેક એકાઉન્ટ બદલી શકો છો અને જો તમે ઇચ્છો તો, તમે આ સુવિધા સાથે બેંક એકાઉન્ટને કાઢી પણ શકો છો. ચાલો જાણીએ કે આ કેવી રીતે કરી શકાય છે.

આ રીતે બદલો પ્રાઈમરી બેક એકાઉન્ટ

જો તમે WhatsApp પે પર તમારું પ્રાઈમરી બેક એકાઉન્ટ બદલવા માંગો છો, તો તેના માટે તમારે આ સ્ટેપને અનુસરવું પડશે. સૌથી પહેલા, તમારા સ્માર્ટફોન પર WhatsApp ખોલો, ‘વધુ વિકલ્પો’ પર જાઓ અને ‘પેમેન્ટ’ પર ક્લિક કરો જેને તમે પ્રાઈમરી બેક એકાઉન્ટ બનાવવા માંગો છો. આવું કરવા પર, તમને ‘પ્રાઈમરી બેક એકાઉન્ટ’નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો અને પ્રાઈમરી બેંક એકાઉન્ટ બદલાઈ જશે.

આ રીતે દૂર કરો બેંક એકાઉન્ટ

જો તમે WhatsApp Pay પરથી તમારા બેંક એકાઉન્ટની વિગતો દૂર કરવા માંગો છો, તો પહેલા WhatsApp પર જઈને ‘Payments’ પર ક્લિક કરો અને તે બેંક એકાઉન્ટ પર ક્લિક કરો અને પછી ‘રિમૂવ બેંક એકાઉન્ટ’ પર ક્લિક કરીને એકાઉન્ટને કાઢી નાખો.

[quads id=1]

Related Articles

Back to top button