આ ઔષધિ છે ડાયાબિટીસ ના દર્દીઓ માટે અમૃત સમાન, આપમેળે કંટ્રોલ થઈ જશે બ્લડ શુગર લેવલ.
કોઈ ઘરેલું ઉપચાર થી શુગર કંટ્રોલ કરવાનો રસ્તો શોધી રહ્યા છો તો અળસી નાં બીજ આમાં તમારી મદદ કરી શકે છે. જાણો અળસી નાં બીજ કંઈ રીતે બ્લડ શુગર લેવલ ને કંટ્રોલ કરવામાં અસરદાર છે. જો કોઈ નાં શરીર માં બ્લડ શુગર ની માત્રા અનિયંત્રિત થઈ જાય તો તેને ડાયાબિટીઝ થવાનો ખતરો વધી જાય છે. જો કે ખરાબ લાઈફ સ્ટાઈલ પણ ડાયાબિટીઝ થવા માટે નું એક કારણ છે. શુગર પેશંટ ને પોતાની તબિયત પ્રતિ વધારે ધ્યાન દેવાની જરૂર હોય છે.
થોડી અમથી બેદરકારી એમની તબિયત પર ખરાબ અસર પાડી શકે છે. દવા સિવાય જો તમે કોઈ ઘરેલુ ઉપચાર દ્વારા શુગર કંટ્રોલ કરવા નો રસ્તો શાેધી રહ્યા છો તો અળસી નાં બીજ આમાં તમારી મદદ કરી શકે છે. જાણો અળસી નાં બીજ કેવી રીતે બ્લડ શુગર લેવલ ને કંટ્રોલ કરવા માં અસરદાર છે. સાથે જ આનું સેવન કઈ રીતે કરવું લાભદાયી થશે, તે પણ જાણો.
બ્લડ શુગર લેવલ ને કંટ્રોલ કરશે અળસી: ડાયાબિટીઝ પેશંટ ને રેગ્યુલર પોતાનું બ્લડ શુગર લેવલ ચેક કરતા રહેવું જોઈએ. શુગર લેવલ જો વધેલું હોય તો દવાઓ સિવાય અળસી નાં બીજ પણ આને નિયંત્રિત કરવામાં કારગર છે. અળસી માં વધુ માત્રા માં ફાઈબર હોય છે. જે ખોરાક ને જલ્દી ડાયજેસ્ટ થતા રોકે છે. આ સાથે જ શુગર નાં પેશંટ ને લાગતા થાક ને પણ દૂર કરવા માં મદદ કરે છે.
આવી રીતે બનાવો અળસી નો કાવો: ડાયાબિટીઝ નાં પેશંટે બ્લડ શુગર લેવલ ને કંટ્રોલ કરવા માટે અળસી નાં કાવા નું સેવન કરવું. અળસી નો કાવો પીવા થી વજન, બીપી, થાઈરોઈડ અને પેટ સંબંધિત કેટલીક બીમારિઓ થી રાહત મળે છે.
શુગર પેશંટ આ રીતે કરો અળસી નું સેવન
- સૌથી પહેલા બે કપ પાણી માં ૨ ચમચી અળસી નાં બીજ નાખો.
- હવે વાસણ ને ધીમી ફ્લેમ પર મુકો
- જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો
- ત્યાર બાદ ગેસ બંધ કરી તેને ગાળી લો
- થોડું ઠંડુ પડ્યા બાદ તેને પીય જાવ.