જાણવા જેવું

ભારત માં દુનિયા ની 40% હિંગ ની ખપત હોવા છતાં ભારત માં હિંગ ની ખેતી કેમ કરવામાં નથી આવતી ?

હળદર, ધાણા, મરચું ની જેમ હિંગ પણ ભારત ના દરેક રસોડા મા અચૂક વપરાતી વસ્તુ છે. તેને એક ઔષધિ કહીયે તો પણ ના નહિ. ચપટીભર હિંગ પણ ખાવા મા સ્વાદ મા સારો એવો વધારો કરી દે છે. તેં પાચન માટે ખુબ ઉપયોગી છે. ખાવા મા આટઆટલી હિંગ વાપરવાં છતાં આપણા દેશ ના એક પણ ભાગ મા હિંગ નું વાવેતર નથી થતું એ આશ્ચર્ય ની વાત છે. એવુ તો ક્યુ કારણ છે કે જેના લીધે ભારત ને હિંગ માટે બીજા દેશ પર નિર્ભર રહેવું પડે છે. તમને એમ થતું હશે કે આમ અચાનક હિંગ ની વાત કેમ આવી? એ માટે કે હમણાં ભારત મા હિંગ ની ખેતી કરવા માટેના પરીક્ષણો શરૂ થઈ ગયા છે.

ભારત મા હિંગ કઈ રીતે પહોંચી એનો જવાબ ગોતવો અઘરો છે. કેટલાક લોકો અનુસાર હિંગ મુઘલકાળ દરમિયાન ઈરાન થી ભારત પહોંચી હતી, પરંતુ એ વાત માં તથ્ય જણાતું નથી કારણકે આયુર્વેદ મા ચરકસંહિતા મા પણ હિંગ નું વર્ણન કરવામાં આવેલું છે, એનો મતલબ એમ કે ભારત માં હિંગ લાંબા સામે થી વાપરવામાં આવે છે.

દુનિયા મા પેદા થતી ટોટલ હિંગ માંથી 40-50 ટકા ખપત ખાલી ભારત મા થાય છે. દેશવાસીઓ ના રસોડા સુધી પહોંચવા માટે ઈરાન અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાન થી દર વર્ષે લગભગ 1૨૦૦ ટન કાચી હિંગ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. ઈરાન અને અફઘાનિસ્તાન ની પહાડીઓની વચ્ચે સૌથી વધારે હિંગ થાય છે. આ પહાડી વિસ્તારમાં હિંગના છોડ મળી આવે છે. એક અનુમાન પ્રમાણે ભારતમાં દર વર્ષે લગભગ ૬૦૦ કરોડ રૂપિયા હિંગની આયાત કરવામાં આવે છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે ૧૯૬૩થી ૧૯૮૯ની વચ્ચે ભારતમાં હિંગ ની ખેતી કરવા માટેની કોશિશ કરવામાં આવી હતી પરંતુ સફળતા મળી ન હતી. 2017માં હિંગની વધતી માંગને ધ્યાનમાં રાખીને ફરી એકવાર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ઇરાનથી તેના બીજ લાવવામાં આવ્યા હતા. આ બીજો ને ભારતીય કૃષિ શોધ પરિષદની મંજૂરી મળવા બાદ ઉગાડવામાં આવ્યા હતા. બીજના ઉગવા ના ચાન્સ એક ટકો છે. એટલે 100 બીજ વાવીએ તો એક જ બીજ ઉગે છે. આ એક બહુ મોટી ચુનોતી છે પરંતુ એક્સપોર્ટ લોકો આની શોધ પાછળ મંડ્યા છે.

હિંગ એક પ્રકારની કુદરતી જડીબુટ્ટી છે જે હિમાલયના કેટલાક પહાડોમાં મળી આવે છે. વૈજ્ઞાનિકો તેને કૃત્રિમ ખેતી કરીને પેદા કરવા માંગે છે. પાલમપુરમાં પહેલીવાર આ કામ શરૂ કરવામાં આવ્યું છે. IHBT ના ડાયરેક્ટર સંજય કુમારે કુવારી નામના એક ગામમાં હિંગ વગાડવાની શરૂઆત કરાવી છે. આ ગામ હિમાચલ પ્રદેશ મા આવેલ છે. જો ભારતમાં હિંગ ની ખેતી શરૂ થઈ જાય તો બાર થી આયાત કરવાનું પ્રમાણ ઘટી જશે અને દેશના આર્થિક રીતે ઘણો ફાયદો થશે.

[quads id=1]

Related Articles

Back to top button