સમાચાર

Highland Park Shooting : ઇલિનોઇસમાં સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન ગોળીબાર, પાંચના મોત અને 16 હોસ્પિટલમાં દાખલ

શિકાગોના ઉત્તરીય ઉપનગર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન ગોળીબારની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરેડ શરૂ થયાના 10 મિનિટ બાદ જ લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો ત્યારે પાર્કમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અચાનક ત્યાં નાસભાગ મચી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવવા જેમ-તેમ દોડવા લાગ્યા હતા.

અહેવાલો મુજબ, હાઇલેન્ડ પાર્કમાં એક સક્રિય શૂટર જોવા મળ્યો હતો. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઘણા લોકોના મોતની પણ આશંકા છે. જો કે સિટી ઓફ હાઈલેન્ડ પાર્કની વેબસાઈટ મુજબ ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. આ દરમિયાન 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટ્વિટર પર એક વિડિયો વાઇરલ થયો છે જે એક દર્શક દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. ઇલિનોઇસ ચોથી જુલાઈની પરેડમાં ઓછામાં ઓછી 25 ગોળીઓ ચલાવવામાં આવી હતી. એક પત્રકારે પાંચ લોકોને લોહીથી લથપથ જોયા હતા. પરેડ જનારાઓ હાઇલેન્ડ પાર્કમાં પરેડના માર્ગ પરથી દોડી જતાં, તેઓ ખુરશીઓ, બેબી સ્ટ્રોલર અને ધાબળા પાછળ છોડી દીધા હતા.

[quads id=1]

Related Articles

Back to top button