બીજા સૂકામેવા પ્રોટીન તો આપે છે પણ તેમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોવાને કારણે તેનાથી વજન વધે છે. અખરોટમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં છે પણ ફેટ ઓછી હોય છે. આથી તમે અખરોટ ખાશો તો તમારું પેટ ભરાઈ જશે. આથી ડાયેટિંગ કરતા લોકો આડીઅવળી વસ્તુમાં ફાંફાં મારવા કરતા કે ભૂખ્યા રહેવા કરતા અખરોટ ખાશે તો તેમને વધારે ફાયદો થશે.
અખરોટ ખુબ જ શક્તિદાયક છે. તે હ્રદયને કોમળ બનાવે છે. હ્રદય અને મગજને પુષ્ટ કરીને ઉત્સાહી બનાવે છે. ભેજથી થયેલ શરદી-ખાંસીમાં લાભદાયક છે. તે વાત, પિત, ટીબી, હ્રદય રોગ, લોહીનો રોગ અને બળતરાનો નાશ કરે છે.
અખરોટનો ૧૦ થી ૪૦ મીલીલિટર તેલ, ૨૫૦ મીલીલિટર ગૌમૂત્રમાં ભેળવીને તેને પીવાથી દરેક પ્રકારના સોજામાં લાભ થાય છે. વાત–જન્ય સોજામા તેની ૧૦ થી ૨૦ ગ્રામ અખરોટની ગીરીને કાંજીમાં વાટીને લેપ કરવાથી લાભ થાય છે.
અખરોટ સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર તેમજ કોલોરેક્ટલ કેન્સર જેવા ભયાનક રોગોના જોખમને દૂર કરવામા સહાય કરે છે. અખરોટમાં પોલીફેનોલ ઈલાગીટેનીન્સ નામનુ તત્વ હોય છે કે જે કેન્સર સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય અખરોટ હોર્મોન્સને લગતા કેન્સરના જોખમને પણ ઓછુ કરે છે.
અખરોટમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટસ શરીરમાં કેન્સરના કોષના વિકાસને રૂંધે છે. અખરોટને આરોગવાથી ઉંઘ સારી આવે છે તેમજ સાથોસાથ સ્ટ્રેસને પણ દુર રાખવામા સહાયતા કરે છે. અખરોટમાં મેલાટોનીન નામનું તત્વ હોય છે કે જે એક યોગ્ય ઉંઘ પ્રદાન કરવામાં સહાયરૂપ થાય છે.
ઓમેગા-3 ફેટી એસીડ લોહીના દબાણને કાબુમાં લાવીને સ્ટ્રેસને ભગાડે છે. પલાળેલ અખરોટનું નિયમિત સેવન કરવાથી તમારો સ્વભાવ પણ યોગ્ય બની રહેશે તથા તમારો સ્ટ્રેસ પણ દુર થશે. ડૉક્ટરોનું કહેવું છે કે, દરરોજ અખરોટનું સેવન કરવાથી ઈમ્યુનિટી વધે છે, જેમાંથી મોસમી બિમારીઓથી બચી શકાય છે.
શિયાળામાં થતી શરદી, ખાંસી અને માથાનાં દુખાવાથી છુટકારો મેળવવા માટે અખરોટનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રેગ્નેન્સી દરમ્યાન અખરોટનું સેવન કરવું સારું સાબિત થાય છે. પરંતુ ધ્યાન રાખવું પ્રેગ્નેન્સી દરમ્યા પલાળેલાં અખરોટ ખાવા અને વધારે માત્રામાં તેનું સેવન ન કરવું જોઈએ.
ખાસકરીને પ્રેગ્નેન્સીના પહેલાં ત્રણ મહિનામાં તેનું ઓછું સેવન કરો. 15 ગ્રામ અખરોટ એક ગ્લાસ દૂધમાં નાખીને ઉકાળવાનું શરૂ કરો. ઉકાળ્યા પછી તેને મિક્ષ કરો. ત્યારબાદ તેમાં થોડી ખાંડ નાખો. હવે આમાં બે થી ચાર કેસરની પત્તીઓ નાખો.
હવે આ મિશ્રણને હૂંફાળુ ગરમ કરીને પીઓ. આ પીણું ખૂબ જ શક્તિવર્ધક છે. અખરોટની છાલ, મૂળાના બી, ગાજરના બી, વાવડિંગ, અમલતાસ, અને કલેવારનો ગરીભલો આ બધી જ વસ્તુને છ છ ગ્રામ માત્રાની અંદર લઈ બે લીટર પાણીની અંદર બરાબર ઉકાળી લો.
ત્યારબાદ તેની અંદર 250 ગ્રામ જેટલો ગોળ ભેળવી દો, અને તે પાણીને ૫૦૦ એમએલ પાણી રહે ત્યાં સુધી ઉકાળો. હવે આ ઉકાળાને ૫૦ ગ્રામની માત્રામાં સવાર–સાંજ પીવામાં આવે તો બંધ માસિક ધર્મ ફરીથી શરુ થઈ જાય છે.
માત્ર ૨૦ થી ૩૦ ગ્રામ જેટલા અખરોટના ફળ ખાવાના કારણે અફીણનું ગમે તેવું ઝેર ચડ્યું હોય અથવાતો નશો ચડ્યો હોય તો તે પણ દૂર થઈ જાય છે. મેલાટોનીન નામના હાર્મોન આપણી ઊંઘ માટે ઉતરદાયી હોય છે અને આ મેલાટોનીન અખરોટમાં પણ મળી આવે છે.
આવા માં જે લોકોને ઊંઘ ન આવવાની તકલીફ છે, તેમને અખરોટના સેવનની સલાહ આપવામાં આવે છે. અખરોટમાં ફેટ અને કેલેરીની ભરપુર માત્ર હોય છે. એટલા માટે આ ડાયટીંગ કરવા વાળા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. શરીરને લાભ કરવા વાળા વસાની જરૂરી પ્રમાણ સાથે અખરોટમાં જરૂરી ફાયબર અને પ્રોટીન પણ હોય છે. જે શરીરને એનર્જી અને તંદુરસ્તી આપે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…