સમાચાર

યુક્રેનથી આવ્યા માઠા સમાચાર, મગજની બીમારીના લીધે ભારતીય વિદ્યાર્થીનું મોત

રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધના લીધે અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. તેને સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનથી બહાર લાવવામાં આવી રહ્યા છે. જ્યારે હવે એવામાં એક ભારતીય વિદ્યાર્થીના મોત થયું હોવાનું જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ વિદ્યાર્થીનું મોત બીમારીના લીધે થયું છે. આ વિદ્યાર્થી પંજાબથી MBBS નો અભ્યાસ કરવા માટે યુક્રેન આવેલ હતો.

નોંધનીય છે કે, ચંદન જિંદાલ નામના વિદ્યાર્થીનું વેસ્ટ-સેન્ટ્રલ યુક્રેનની વિન્નીત્સિયા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યું હતો. તેનું આજે અવસાન થયું છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, ચંદન જિંદાલ મગજમાં લોહી ગંઠાઈ જવાના લીધે તેને છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે આ બીમારીથી બહાર આવી શક્યો નહીં અને તેનું અવસાન થઈ ગયું હતું.

જ્યારે ચંદન જિંદાલની વાત કરીએ તો તે વિન્નીત્સિયા શહેરમાં આવેલી મેડિકલ યુનિવર્સિટીના ચોથા વર્ષમાં MBBS અભ્યાસ કરી રહ્યો હતો. આ સિવાય તે પણ જાણવા મળ્યું છે કે, પુત્રની તબીયત ખરાબ થવાના કારણે તેમના પિતા શિશન કુમાર અને ભાઈ ક્રિશન ગોપાલ 7 ફેબ્રુઆરીના રોજ યુક્રેન ચાલ્યા ગયા હતા.

તેમ છતાં તે પણ જાણકારી સામે આવી છે કે, યુક્રેનના વેસ્ટર્ન તરફ શહેર આવેલું હોવાના લીધે ક્રિશન ગોપાલ મંગળવારના ભારત પરત ફરી શક્યા હતા. જ્યારે બર્નાલા સિવિલ હોસ્પિટલમાં મુખ્ય ફાર્માસિસ્ટ તરીકે તાજેતરમાં નિવૃત્ત થતા તેના પિતા શિશન કુમાર હજી પણ યુક્રેનમાં રહી રહ્યા છે.

સમગ્ર બાબતને લઈને વાત કરતા ચંદનના કાકા ધીરજ કુમાર દદ્દાહુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચંદનને મગજની બીમારી હોવાના કારણે તે લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો હતો. અમને આજે તેના અવસાનના સમાચાર પ્રાપ્ત થયા છે. યુક્રેનમાં અત્યારે યુદ્ધની ગંભીર પરિસ્થિતિને જોતા તેના મૃતદેહને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button