સમાચાર

મહિલાની ઉપર થી આખી રાત પસાર થતી રહી ગાડિઓ, કપડાનાં લીરા માં મળ્યાં અવશેષ 

સીઓ સિટી ટ્રાફિક અનુસાર, ‘ ઘટના બાબૂગઢ ના હાઈવે NH-9  પર બનેલા પુલ પર બની. રાત માં હેવી ટ્રાફિક લોડ હોય છે. મહિલા કોઈ વાહન પર થી પડી ગઈ હશે. આ ખુબજ દુખદ સ્થિતિ છે, રાહદારીઓ એ આવી ઘટનાઓ માં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.’ 

હાપુડ: પશ્ચિમી યૂપી માં ગાઝિયાબાદ ની પાસે આવેલ હાપુડ માં માનવતા ને શર્મસાર કરે તેવી બિભત્સ ઘટનાં ઘટી છે. અહીં રોડ એક્સિડેન્ટ માં એક મહિલા નું મૃત્યુ થયું. અજ્ઞાત વાહન ની જપેટ માં આવેલી આ મહિલા ની સાથે જે પણ  બન્યું તે જાણી ને લોકો નાં રુવાડા ઉભા થઈ જશે. કેમ કે એક્સિડેન્ટ પછી મહિલા નું મૃત શરીર હાઈ વે પર પડ્યું રહ્યું જેના પર થી લગભગ દર મિનિટે એક વાહન પસાર થયું હશે પણ કોઈએ ઉભા રહેવાના તસ્દી ન લીધી.

કપડા નાં કટકાઓ માં મળ્યું હાડપિંજર: જ્યા સુધી માં પોલિસ ને આ ખબર મળી ત્યા સુધી માં ખુબ જ મોડું થઈ ગયું હતું સોમવારે જ્યા સુધી માં પોલિસ ત્યા પહોચી, શરીર માંથી માંસ ગાયબ થઈ ગયું હતું . ગાડિઓનાં પૈડાઓ એ કેટલાય કિલોમિટર દૂર સુધી મહિલા નાં માંસ નાં ટુકડા ફેલાવી દિધા હતાં. જેણે પણ આ દ્રશ્ય જોયું તેમની આત્મા ધ્રુજી ઉઠી. આવું એટલા માટે કેમ કે મહિલા ના મૃત શરીર ના બદલે ફક્ત કપડા માં લપેટાયેલું એનું હાડપિંજર જ મળ્યુ.

લોકો એ ન દેખાડી સંવેદના: હાઈ વે પર બનેલી આ ઘટના કુચેસર રોડ પર ચૌપલે ની પાસે ઘટી.  ગંભીર ઘાવ લાગવાથી તે હાઈ વે પર જ પડી ગઈ. આ દરમિયાન જ તેને બીજા વાહનો એ કચડી નાખી. પૂરી રાત તેના શરીર પર થી  ગાડિઓ પસાર થતી રહી. પોલિસ ની મુજબ ઘટના રાત્રે ૧૧ થી ૧૨ વાગ્યા ની આસપાસ બની હશે.

હિંદુસ્તાન માં પ્રકાશિત રિપોર્ટ મુજબ પોલિસ હવે તે કપડા ની મદદ થી સુરાગ જમા કરી તેની ઓળખાણ કરવાનો પ્રયાસ કરી રહી છે.  પોલિસે આસપાસ નાં માંસ નાં ટૂકડા અને હાડપિંજર ને  પણ તપાસ માટે મોકલ્યા છે. તો હાઈ વે અને તેની આસપાસ નાં સીસીટીવી ફુટેજ ની પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

પોલિસે દેવડાવ્યો વિશ્વાસ: સીઓ સિટી ટ્રાફિક અનુસાર, ‘ ઘટના બાબૂગઢ ના એનએચ-૯ પુલ પર ઘટી. રાત્રે નેશનલ હાઈવે પર ટ્રાફિક વધારે હોય છે.  મહિલા કોઈ વાહન પર થી પડી ગઈ હશે. રાહદારો એ આવી ઘટના માં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તરત જ જો આ ઘટના ની જાણકારી મળી ગઈ હોત તો કદાચ તેનો જીવ પણ બચાવી શક્યા હોત. આવા બનાવ માં નિડર બની ને પોલિસ ને સૂચના આપી શકાય છે. પોલિસ તરફથી  એમને કોઈ તકલીફ નહી થાય.’ 

[quads id=1]

Related Articles

Back to top button