જાણવા જેવું

હનુમાનજીની આ પ્રશ્નાવલી દૂર કરશે તમારી દરેક સમસ્યા અને સંકટ, અહી ક્લિક કરી જાણી લ્યો દરેક પ્રશ્ન ના ઉકેલ

જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો આવનારો સમય સુખ અને સંપત્તિથી પરિપૂર્ણ હોવો જોઈએ. પરંતુ તેના માટે તેને શું કરવું જોઈએ તે નથી જાણતો અને નસીબ ચમકાવવાના ચક્કરમાં બધીજ જગ્યાએ ભટક્યા કરે છે. આ માટે હનુમાનજીની ૧ થી ૪૯ પ્રશ્નાવલીની મદદ લઈ શકાય છે. હનુમાનજીના વાર મંગળવાર, શનિવાર, હનુમાન જયંતિ, હનુમાન અષ્ઠમી વગેરે ઉપર ખાસ ઉપાય કરી શકાય છે.

જે અમે તમારી સમક્ષ હનુમાન પ્રશ્નાવલી ચક્ર લઈને આવ્યા છે. તેના 49 અંકોમાં તે બધા જ ઉપાય છે જે કોઈપણ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. જો તમે પણ આ ચક્રના માધ્યમથી પોતાનું જીવન બદલવા માગો છો તો તેનો ઉપયોગ જરૂર કરો. કોઈપણ વ્યક્તિને અંગત પોતાના પ્રશ્નનો જવાબ જોઇએ છે તે વ્યક્તિએ સૌ પ્રથમ સ્નાન કરી પવિત્ર થવું. સવારે પાંચ વાર ऊँ रां रामाय नम:મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ऊँ हनुमते नम:મંત્રનો જાપ કરવો.

ત્યારપછી આંખો બંધ કરી હનુમાનજીનું સ્મરણ કરતા પ્રશ્નાવલિ ચક્ર પર પોતાના હાથની આંગળીઓ ફેરવો અને જે કોષ્ટક પર આંગળી અટકી જાય તે કોષ્ટકમાં લખેલા અંકને જોઇને પોતાના પ્રશ્નનો જવાબ જુઓ.આમ કરવાથી તમારા મનમાં ચાલતા સવાલનો જવાબ પણ મળશે અને મન શાંત પણ રહેશે.

1– તમારૂં કાર્ય જલ્દી પુરૂં થશે. 2– તમારા કાર્યમાં સમય લાગશે. મંગળવારે વ્રત કરવું. 3– દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો કાર્ય જલ્દી પુરૂં થશે. 4– કાર્ય પુરૂં નહી થાય, 5– કાર્ય જલ્દી થશે, પરંતુ અન્ય વ્યક્તિની સહાય લેવી પડશે. 6– કોઇ વ્યક્તિ તમારા કાર્યોમાં અડચણો નાખશે, બજરંગ બાણનો પાઠ કરો. 7– તમારા કાર્યમાં કોઇ સ્ત્રીની સહાયતા અપેક્ષિત છે.

8 – તમારૂં કાર્ય નહી થાય, કોઇ અન્ય કાર્ય કરો. 9– કાર્ય સિદ્ધિ માટે યાત્રા કરવી. 10– મંગળવારનું વ્રત રાખો અને હનુમાનજીને ચોળા ચઢાવશો તો મનોકામના પુર્ણ થશે. 11 – તમારી મનોકામના જલ્દી પુરી થશે. સુંદરકાંડનો પાઠ કરો. 12 – તમારા દુશ્મનો બહુ છે. કાર્ય થવા નહી દે. 13 – પીપળાના વૃક્ષની પૂજા કરો. એક માસ બાદ કાર્ય સિદ્ધ થશે. 14 – તમને શીધ્ર લાભ થવાનો છે. મંગળવારે ગાયને ગોળ અને ચણા ખવડાવો.

15 – શરીર સ્વસ્થ રહેશે, ચિંતાઓ દુર થશે. 16 – પરિવારમાં વૃદ્ધિ થશે. માતા – પિતાની સેવા કરો અને રામચરિતમાનસના બાલકાંડનો પાઠ કરો. 17 – અમુક દિવસો ચિંતા રહેશે. ૐ હનુમંતે નમઃ મંત્રની દરરોજ એક માળાનો જાપ કરો. 17 – હનુમાનજીના પૂજન અને દર્શનથી મનોકામના પુર્ણ થશે. 19 – તમને વ્યવસાય દ્વારા લાભ થશે. દક્ષિણ દિશામાં વ્યાપારિક સંબંધો વધારો.

20 – ઋણથી છુટકારો, ધનની પ્રાપ્તિ તથા સુખની ઉપલબ્ધિ શીઘ્ર થનારી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. 21 – શ્રી રામચંદ્રની કૃપાથી ધન મળશે. શ્રી સીતારામના નામની પાંચ માળા રોજ કરો. 22 – હમણાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પણ અંતે વિજય તમારો જ થશે. 23 – તમારો દિવસ ઠીક નથી. રોજ હનુમાનજીનો પૂજન કરો. મંગળવારે ચોળા ચઢાવો. સંકટોથી મુક્તિ મળશે. 24 – તમારા ઘરવાળા જ વિરોધમાં છે. તેમને અનુકુળ કરવા પુનમનું વ્રત કરો. 25 – તમને જલ્દી શુભ સમાચાર મળશે.

26 – દરેક કામ વિચારી – સમજીને કરો. 27 – સ્ત્રી પક્ષથી તમને લાભ થશે.દુર્ગાસપ્તશતીનો પાઠ કરો. 28 – હમણાં અમુક મહિનાઓ સુધી પરેશાની છે. 29 – હમણાં તમારા કાર્યની સિદ્ધિમાં વિલંબ છે. 30 – તમારા મિત્ર જ તમને દગો આપશે.સોમવારનું વ્રત કરો. 31 – સંતાનથી સુખ પ્રાપ્ત થશે.શિવની આરાધના કરો અને શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરો.

32 – તમારા દુશ્મનો તમને હેરાન કરે છે. સોમવારે બ્રાહ્નણને ભોજન કરાવો.33 – કોઇ સ્ત્રી તમને દગો આપશે. સાવધ રહેવું. 34 – તમારા ભાઇ – ભાંડુઓ વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે વ્રત રાખો. 35 – નોકરીથી તમને લાભ થશે. પદોન્નતિ સંભવ છે, પુનમનું વ્રત રાખી કથા કરો. 36 – તમારા માટે યાત્રા શુભદાયી રહેશે. તમારા સારા દિવસો આવી ગયા છે.

37 – પુત્ર તમારી ચિંતાનું કારણ બનશે.રોજ રામ નામની પાંચ માળાનો જાપ કરો. 38 – તમારે હમણાં થોડાં દિવસો હજી પરેશાની રહેશે. યથાશક્તિ દાન –પુણ્ય અને કીર્તન કરો.39 – તમને રાજકાર્ય અને ન્યાયિક કેસમાં સફળતા મળશે. શ્રી સીતારામનું પૂજન કરવાથી લાભ મળશે. 40 – અતિશીઘ્ર તમને યશ મળશે. હનુમાનની ઉપાસના અને રામનામનો જાપ કરો.

41 – તમારી મનોકામના પુર્ણ થશે. 42- હમણા સમય સારો નથી. 43- તમને આર્થિક કષ્ટનો સામનો કરવો પડશે. 44 – તમને ધનની પ્રાપ્તિ થશે. 45 – દામ્પત્ય સુખ મળશે.46 – સંતાનસુખની પ્રાપ્તિ થવાની છે.

47 – અભી દુર્ભાગ્ય સમાપ્ત નથી થયો. વિદેશ યાત્રાથી અવશ્ય લાભ થશે. 48 – તમારો સારો સમય આવવાનો છે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મળશે. 49 – તમારો બહુ જ સારો સમય આવી રહ્યો છે. તમારી દરેક મનોકામના પુરી થશે.

આ પ્રશ્નાવલીના ઉપયોગથી જીવનમાં આવનારી કે થનારી દરેક ઘટનાનું નિરાકરણ મળી જશે.હનુમાનજી કૃપા મેળવવા માટે ઉપરોક્ત લેખમાં આપેલ મંત્રનું ઉચ્ચારણ અથવા જાપ કરો.

Gayatri Patel

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago