ધાર્મિક

હનુમાનજી ની પૂજા દરમિયાન ભૂલથી પણ ન કરવી આ ભૂલો, નહિ તો થઇ શકે છે અશુભ

હનુમાનજી ની પૂજા કરવાથી બધા દુખો નો નાશ થાય છે અને હનુમાનજી પોતાના ભકતો ની હમેશા રક્ષા કરે છે. મંગળવારનો દિવસ હનુમાનજી નો હોય છે અને આ દિવસે હનુમાનજી ની પૂજા કરવી જોઇએ. એવુ માનવામાં આવે છે કે હનુમાનજી કળયુગ ના અંત સુધી દુનિયા ની રક્ષા કરવાના છે. હનુમાનજી ની પૂજા કરતી વખતે બધી જ વસ્તનું ધ્યાન રખાવું જોઈએ. કારણ કે ખોટી રીતે હનુમાનજી ની પૂજા કરવાથી પૂજા કરવાનું કોઈ ફળ મળતું નથી. એટલા માટે હનુમાનજી ની પૂજા કરતી વખતે આપડે ઘણી બધી સાવધાની રાખવી અને નીચે બતાવ્યા પ્રમાણે આ સમયે હનુમાનજી ની પૂજા ના કરવી.

સિંદૂર ચઢાવવાની યોગ્ય રીત

બધાને ખબર છે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સિંદૂર ચઢાવવાની સાચી રીત નથી ખબર હોતી તો તમને જણાવી દઇએ કે હનુમાન દાદાને ક્યારેય સૂકું સિંદૂર ચઢાવવું ના જોઇએ, કાળા તલના તેલમાં ભેળવીને જ હનુમાન દાદાને સિંદૂર ચઢાવવું એ યોગ્ય રીત છે, સૂકે સિંદૂર ચઢાવવાથી દાદા પ્રસન્ન નથી થતા.

ખરાબ કપડા પહેરીને પૂજા ન કરવી

હનુમાનજી ની પૂજા કરતી વખતે સારા કપડા પહેરવા જોઈએ. શાસ્ત્રો પ્રમાણે ખરાબ કપડા પહેરીને હનુમાનજી ની પૂજા કરવાથી પૂજા નું ફળ મળતું નથી. એટલા માટે તમારે હનુમાનજી ની પૂજા કરતી વખતે સાફ કપડા પહેરવા જોઈએ.

સ્નાન કર્યા વગર પૂજા ન કરવી

દેવી-દેવતા ની પૂજા હમેશા સ્નાન કરીને કરવી જોઈએ. એટલે હનુમાનજી ની પૂજા સ્નાન કરીને કરવી જોઈએ. સ્નાન કર્યા વગર હનુમાનજી ની પૂજા કરવાથી પૂજા નું ફળ મળતું નથી. શાસ્ત્રો માં કહ્યું છે કે દેવતાઓ ની પૂજા કરતા પહેલા સ્નાન કરવું ફરજિયાત છે. હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનો ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેની પૂજા કરતા સમયે તન મન પૂરી રીતે સાફ કરી લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન ઘરે તેની પૂજા કરવી. નહી તો હનુમાનજી ક્રોધિત થઈ ભયંકર પરિણામ માટે સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો.

ઘર માં બાળક જનમ્યું હોય ત્યારે

પરિવાર માં જયારે બાળક નો જન્મ થાય એ દિવસે પૂજા ન કરવી જોઈએ. શસ્ત્રો ના અનુસાર બાળક ના જન્મ ના ૧૦ દિવસ સુધી હનુમાનજી ની અને દેવી દેવતઓ ની પૂજા ન કરવી જોઈએ અને આ ૧૦ દિવસ ના સમય ને સૂતક કહેવામાં આવે છે.

ગ્રહણ ના સમયે

ગ્રહણ ના સમયે હનુમાન જી ની અને કોઈ દેવતા ની પૂજા ન કરવી જોઈએ. ચંદ્ર અને સૂર્ય ગ્રહણ ના સમયે પૂજા કરવાથી પૂજા નું ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ દરમીયાન પૂજા કરવી શુભ નથી અને આ સમયે ભગવાન ની મૂર્તિ ને ઢાંકીને રાખવી જોઈએ.

શાંતિપ્રિય હનુમાન

જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિપ્રિય હનુમાનને એવી પૂજાથી પ્રસન્નતા નહી હોય અને તેનો ફળ નહી મળે. હનુમાનજી ની પૂજામાં ચરણામૃતમો પ્રયોગ નહી હોય છે. સાથે ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે.

આ રીતે કરવી હનુમાનજી ની પૂજા

મંગળવારના દિવસે હનુમાનજી ને લાલ રંગનું કપડું ચડાવવું અને એ કપડું ચડાવીને પછી હનુમાન ચાલીસા બોલવી. જીવનમાં કોઈ સંકટ આવે ત્યારે હનુમાનજી ને સિંદૂર ચડાવવું. સિંદૂર ચડાવવાથી હનુમાનજી તમારા પર રહેલા સંકટ ને દૂર કરી નાખે છે. હનુમાનજી ની પૂજા કરવાથી શનિદેવ ના પ્રકોપથી પણ બચી શકાય છે. બસ શનિવાર ના દિવસે હનુમાનજી ની સામે સાંજના સમયે દીવો કરી દેવો અને કાળી રંગની કોઈ પણ વસ્તુ નું દાન કરવું. ખરાબ સપના આવવા પર હનુમાનજી ને ચડાવવામાં આવેલ સિંદૂર તમારા ઘરે લઇ આવવું અને આ સિંદૂર ને કોઈ ડબ્બા માં નાખીને પથારી નીચે રાખી દેવું. એવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઇ જશે. તમારી આસપાસ નકારાત્મક ઊર્જા મહેસુસ થવા પર હનુમાનજી ના નામનો જાપ કરવ્પ. હનુમાનજી ની તસ્વીર અથવા મૂર્તિ ને ઘરમાં પણ રાખવામાં આવે છે. હનુમાનજી ની કઈ તસ્વીરને ઘરમાં રાખવી જોઈએ અને કઈ તસ્વીરને ન રાખવી જોઈએ, એ વાતની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

 

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago