હનુમાનજી ના જન્મસ્થળ ને લઈ કર્યો દાવો, ટુંક સમય માં રજૂ કરશે પુરાવાઓ.
તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) એ કહ્યું કે તેઓ ઐતિહાસિક અને સુસંગત પુરાવા આપશે કે જે સાબિત કરશે કે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલી ભગવાન વેંકટેશ્વરનું ઘર ભગવાન હનુમાનનું સાચું જન્મસ્થાન છે.મંદિરના વહીવટીઓ તેર એપ્રિલે ઉગાડી ઉત્સવ (તેલુગુ નવું વર્ષ) ના દિવસે એક પુસ્તિકાના રૂપમાં આ પુરાવાઓ રજૂ કરશે જેમાં સાબિત કરશે કે અંજનાદ્રી કે જે તિરુમાલાની સાત ટેકરીઓમાંથી એક છે એ હનુમાનનું જન્મસ્થળ કહેવામાં આવે છે.
ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર કે એસ જવાહર રેડ્ડીએ કહ્યું હતું કે, ‘અમે પૂરા ઘાટમાં આવેલા તિરુમાલાની સાત ટેકરીઓમાંથી એક, અંજનાદ્રીમાં ભગવાન હનુમાનનો જન્મ થયો હોવાનું સાબિત કરવા પુસ્તિકાના રૂપમાં સમિતિનો અહેવાલ લાવીશું. આ જગ્યા પૂર્વી ઘાટ ની શેષચલમ પર્વતમાળા નો એક ભાગ છે”
ગુરુવારે રેડ્ડી સાથેની બેઠકમાં પેનલે પોતાનો અહેવાલ ટીટીડીને સોંપ્યો હતો. સમિતિના સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘ખગોળશાસ્ત્રના આધારે ભગવાન રામના માર્ગને શોધી કાઢવા માટે અન્ય ઘણા સંશોધકો દ્વારા ભૂતકાળમાં ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે. રામેશ્વરમથી શ્રીલંકામાં પ્રવેશતા પહેલા અયોધ્યાથી દક્ષિણમાં જતાં રામ, તિરૂમાલામાં ભગવાન હનુમાનની પાસે આવ્યા હશે.
સમિતિના સભ્યએ કહ્યું, “શાસ્ત્રો અનુસાર, અંજના દેવીએ ભગવાન હનુમાનને જન્મ આપતા પહેલા તમસાલા હિલ્સ, તમસાલા હિલ્સ નો ધોધ અને અખાડા ગંગામાં પવિત્ર સ્નાન કર્યું હતું.”