સ્વાસ્થ્ય

ફેફસાની કાર્યશક્તિ વધારી, વાયુના રોગથી કાયમી દૂર રહેવાનો 100% અસરકારક ઉપચાર..

આજના આ ભાગ-દોડીવાળા યુગમાં લોકો એટલા બીઝી થઈ ગયા છે કે, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ તેઓ બેદરકાર થઈ ગયા છે. લિફ્ટની સગવડ આવતા જ સીડીનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. આપણને થોડા પગથિયાં ચઢતા જ શ્વાસ ચડવા લાગે છે. બાળકો અને યુવાનોએ ફાસ્ટફૂડ ખાયને તેમના શરીર બેડોળ બનાવી દીધા છે.

યોગાસનોના મહત્વને ધ્યાનમાં રાખીને આજે સરળ અને ખૂબજ ઉપયોગી પર્વતાસન તેનાથી થતાં ફાયદા વિશે જણાવીશું. જેનાથી શરીરની ચરબી તો ઓછી થશે જ સાથેસાથે ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળશે. પર્વતાસન. પર્વત જેવું આસન. આ આસનથી આકાર પર્વત જેવો થાય છે. આ આસનને ‘વિયોગાસન’ પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં ‘વિશેષતાપૂર્વક યોગ’ થાય છે.

પર્વતાસન કરવાની પદ્ધતિ : આ રીતે કરો

પદ્માસનમાં બેસો. ટટ્ટાર બેસો. બન્ને હાથ નમસ્કાર મુદ્રામાં રાખો. નમસ્કાર છાતીની પાસે રાખો. કોણી થોડી ઉપર તરફ ઊંચકાયેલી હશે. હવે કોણીને ઉપર ઊંચકતા જાવ. નમસ્કારની મુદ્રા સાથે ધીરે ધીરે હાથને સંપૂર્ણ રીતે માથાની ઉપર સીધી દિશામાં ટટ્ટાર શરીર સાથે ગોઠવો. બન્ને કોણીને સાઈડમાં ખેંચો. હવે નમસ્કાર મુદ્રા ધીરે ધીરે ઉપરની તરફ ઉઠાવતા જાવ. હાથ બિલકુલ સીધા થઈ જશે. આખા શરીરને પણ ઉપર ખેંચો. આ પૂર્ણ નમસ્કાર ભરી સ્થિતિમાં થોડીવાર રોકાવું. આ સ્થિતિમાં શરીર સંપૂર્ણ રીતે ટટ્ટાર અને સીધું ઉપરની તરફ ખેંચાયેલું રહેશે. બન્ને હાથ પણ ઉપરની તરફ સંપૂર્ણ રીતે ખેંચાયેલા રહેશે. ઉપરની તરફ હથેળીની મુદ્રા નમસ્કારની રહેશે.

પરત ફરવા માટે શ્ર્વાસ છોડતા છોડતાં સૌ પ્રથમ ઉપર તરફ ખેંચાયેલ હાથને હળવે હળવે સીધી દિશામાં નીચેની તરફ લાવો. માથા ઉપર થઈને હળવે હળવે છાતી સુધી લાવી અને પછી હાથની મુદ્રા છોડી હાથને મુક્ત કરો. પદ્માસનમાંથી પણ મુક્ત થાવ. રિલેક્સ થાવ.

આ આસન સુખાસનમાં પણ કરી શકાય. આ આસન પદ્માસન કે સુખાસનમાં પણ ઘૂંટણ ઉપર ઊભા થઈને જેટલી સેકન્ડ રહેવાય તેટલી સેકન્ડ કરી શકાય. અહીં ઘૂંટણ ઉપર ઊભા રહીને નમસ્કાર મુદ્રા જાળવી રાખવી મુશ્કેલ છે. પડી જવાય છે.

આ આસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત :
ધીમે ધીમે હાથ ઉપર જશે અને નીચે આવશે. મુવમેન્ટ જરા પણ સ્પીડમાં ન કરવી. જો કોઈ દર્દ થાય તો સહન કરી લેજો, રિલેક્સ થવું, શ્વાસ લેવો અને પછી કરવું. બેડ પર, સોફા કે ખુરશી પર પણ બેસી શકો છો. પરંતુ માથું, ગરદન અને સ્પાઇન એક લાઇનમાં રાખવા. જ્યારે છેલ્લા પોશ્ચરમાં પહોંચો ત્યારે થોડી વાર એમાં રહેવું જેથી આસનનો સૌથી વધારે ફાયદો મેળવી શકાય.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago