ગુજરાતમાં કોરોનાકાળ સમયે ભાજપના નેતાઓ અત્યારે યાત્રા કરવા નીકળ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ખરાબ પરિસ્થિતિ હતી. મેં લોકોને સ્ટ્રેચર પર મરતા જોયા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનાના કેસો ઓછા થતા હવે ભાજપે જનઆશીર્વાદ યાત્રા શરૂ કરી છે.
કોરોના મૃત્યુ પામ્યા તેનું અપમાન આ યાત્રા છે. ગુજરાતના કોઈ નેતાઓ ચાલ્યા નહિ. કોરોનામાં સરકાર ફેલ ગઈ એટલે ભાજપે કેન્દ્રના નેતાઓને મોકલ્યા છે. આજે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી જનઆશીર્વાદ યાત્રા સામે સવાલ ઉભા કર્યા છે કે, ભાજપ સરકાર કોરોનામાં લોકોને ઓક્સિજન બેડ આપી નથી શક્યા. લોકો ઓક્સિજન વગર મૃત્યુ પામ્યા છે.
ઈસુદાન ગઢવીએ માગ કરી હતી કે, દિલ્હીની જેમ ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 1 લાખ આપવામાં આવે. મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂતોની સમસ્યા અત્યારે સૌથી મોટી છે. જનઆશીર્વાદ યાત્રા કાઢવામાં પોસ્ટરો, બેનરો પાછળ લાખોનો ખર્ચ કરવાની જગ્યાએ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પૈસા આપવા જોઈએ.
આજે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ અને નિખિલ સવાણીએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે નવા જોડાયેલા પ્રવીણ રામને આમ આદમી પાર્ટીના યુથ વિંગના અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે નિખિલ સવાણીને યુથ વિંગના સંગઠન મહામંત્રી બનાવાયા છે.
જનઆશીર્વાદ યાત્રામાં લોકોની ભીડ ભેગી કરવામાં આવે છે. કોરોનાથી મોતના આંકડા જુદા જોવા મળ્યા છે. સરકાર જો આ મૃતકોને સહાય નહિ આપે તો 2022માં આમ આદમી પાર્ટી સહાય કરશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…