ગુજરાતસમાચાર

ગુજરાતમાં આટલી કિંમતે કરવામાં આવ્યું ભેંસનું વેચાણ, જોતજોતામાં માલિક બની ગયો લખપતિ…

આપણી આજુબાજુ એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે, જેના વિશે જાણ્યા પછી આપણે વિશ્વાસ કરી શકતા નથી. આવી જ એક ઘટના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના ગુજરાત રાજ્યની છે, જેમાં એક ભેંસનો માલિક ભેંસ વેચીને લાખોપતિ બની ગયો છે. તો ચાલો આપણે જાણીએ કે સમગ્ર મામલો શું છે.

કચ્છ ભુજના કુનરિયામાં એક ભેંસ 5 લાખ 11 હજાર રૂપિયામાં વેચાઈ છે. જે સરેરાશ રીતે બહુ મોટી રકમ છે. આ ભેંસ ને સુરતના એક વ્યક્તિએ ખરીદી છે. કોઈપણ ભેસની કિંમત 5.11 લાખ હોવાનો આ પહેલો દાખલો છે. આ ભેંસ વિશે વાત કરીએ તો ટુંકુ મોઢું, ટુંકી પૂંછડી, લાંબી ગરદન આ ભેંસની ખાસિયત છે અને વધારામાં આ ભેંસ 23 લિટર દૂધ આપે છે.

ભુજના આ પશુપાલક અશોકભાઈ આહિરે આ ભેંસ 5.11 લાખની કિંમતે સુરતના રહેવાસી કાળુભાઇ માલધારીને વેચી દીધી હતી. આ ભેંસ માટે વચ્ચે રહેલા દલાલ કહે છે કે હું ઘણા વર્ષોથી મારા પિતાની જેમ દલાલનો ધંધો કરું છું પંરતુ આ ભેંસની કિંમત જેટલી આવી એટલી મેં કોઈ ભેંસ ખરીદતા કે વેચતા જોઈ નથી અને આ પહેલો કિસ્સો છે.

અશોકભાઈ કહે છે કે આ ભેંસ એકદમ શાંત છે, જ્યારે આપણે દોહવા બેસીએ છીએ ત્યારે તેના પગ થાંભલા જેવા બની જાય છે, જ્યાં સુધી દૂધ દોહી ના લઈએ ત્યાં સુધી ભેંસ પગને સહેજ પણ હલાવતી નથી. આ સાથે આ ભેંસ સવારે અને સાંજે 23 લિટર દૂધ આપે છે.

ભેંસ ખરીદનાર કાળુભાઇ કહે છે કે મારી પાસે 500 જેટલી ભેંસો છે અને હું અવારનવાર કચ્છ આવીને ભેંસો ખરીદતો હોવ છું. મારી પાસે પાંચ પાંચ લાખની ઘણી ભેંસો છે. તેઓ કહે છે કે આ ભેંસ ખરીદવા પાછળનું કારણ એ છે કે આ ભેંસ કુંઢી નસ્લની જાતવાન ભેંસ છે. જે મળવી ખૂબ મુશ્કેલ છે. હાલમાં આ ભેંસ 7 વર્ષની છે અને આવી ભેંસ ભાગ્યે જ જોવા મળે છે.

[quads id=1]

Related Articles

Back to top button