ગુજરાતના આ નિવૃત જવાન ગામની દીકરીઓને આર્મીમાં જવાની ટ્રેનિગ આપીને કરી રહ્યા છે દેશની સેવા
દેશના વીર જવાનો દેશનો સેવા દરમિયાન તો દેશની સેવા કરે છે. પણ આજે ઍક આર્મી જવાન નિવૃત થયા પછી પણ કઈક ને કઈક રીતે દેશની સેવા કરે છે. આજે અમે તમને ગુજરાતનાં એક આવા આર્મી જવાન વિષે જણાવીશું કે જે પોતાની સેવામાથી નિવૃત થયા પછી પીએન આજે દેશ બકતી નું કામ કરી રહ્યા છે.
કચ્છ જિલ્લાના ભરતભાઇ એક નિવૃત આર્મી જવાન છે. જે પોતાની સેવા માઠી નિવૃત થઈને અત્યારે ભરતભાઇ ગામ ની દીકરીઓને આર્મી ની ટ્રેનિગ આપી રહ્યા છે. ભરતભાઇ નું સપનું છે કે વધારે માં વધારે લોકો આર્મી માં જોડાઈ એવા પ્રયત્નો કરી રહ્યા છે.
ભરતભાઇ તેમની પાસેથી ટ્રેનિગ લય રહેલી દીકરીઓને ફિજીકલ ટેસ્ટ થી લઈને પરીક્ષા સંબધિત બધી માહિતી આપીને તેમના સપના સાકર કરવાની કોશીશ કરી રહયા છે. ભરતભાઇ સૂથારે પણ પોતાના આર્મી કરિયરમાં ઘણી સિદ્ધિઓ હાસલ કરી છે.
ભરતભાઇની પાસે આવતી દીકરીઓને તે એક મહિનાની ટ્રેનિગ આપીને એટલી સક્ષમ બનાવી દે છે કે દીકરીઓ આર્મીમાં કે પોલીસ માં સિલેક્ટ થઈને પોતાનું સપનું સાકાર કરે છે. અને દેશની સેવા કરી શકે છે. ભરતભાઈનું કેવું છે કે ઘણી દીકરીઓને પોતાના ઘરેથી નીકળીને કઈ નવું કરવું હોય છે પણ માગદર્શન ના અભાવ ના કારણે ત પ્રતિભા હોવા છતાં તે પાછી પડે છે.
ભરતભાઇ સમાજમાં સ્ત્રી શક્તિનું એક ઉતમ ઉદાહરણ બેસાડવા માંગે છે. ભરતભાઇનું કહેવું છે કે એવું નથી કે ખાલી સેનામાં રહીને દેશની સેવા થાય, બીજા એવા ઘણા કામો છે કે જે કરીને દેશની સેવા થઈ શકે છે. ભરત્ન્હાઈ પણ દીકરીઓને સેનામાં જવાની ટ્રેનિગ આપીને દેશની સેવા કરી રહ્યા છે.