જાણવા જેવું

શું તમે જાણો છો કલંકિત ગામ વિષે? જ્યાં દેહ-વ્યાપાર એ મહિલાઓ અને દીકરીઓ માટે એક મજબૂરી બની ગઈ છે

ગુજરાતનું એક ગામ જે 80 વર્ષોથી સમય પછી પણ અહી એક રિવાજ હજી પણ ચાલી રહ્યો છે. આ ગામની છોકરીએ દેહ વ્યાપાર કરવાની ફરજ છે. લગભગ 600 લોકોના ગામમાં દેહ વ્યાપાર કરવો એ છોકરી માટે નિયમ બની ગયો છે. ગુજરાતનું આ ગામ વાડિયા છે જે હવે યૌનકર્મીના નામ તરીકે પણ ઓળખાય છે.

વાડિયા ગામમાં પાણીની સુવિધા નથી પરંતુ વીજળીની સુવિધા છે. પ્રાથમિક શિક્ષણ કે આરોગ્ય,રસ્તાઓ એવું કઈ જ નથી અને સાથે ગામમાં સ્વચ્છતા પણ જોવા નહિ મળતી પરંતુ અહીની મહિલાઓ સંભોગ માટે ખરીદનાર ન હોય તેવા સમયની રાહ જોઈ છે.

આ ગામનો વિકાસ એટલો છે કે અહી દેહ વ્યાપાર માટે ગ્રાહકો ગાડીમાં આવે છે. ગાંધીનગરથી 250 કિમી દૂર આવેલ વાડિયા ગામ છે. ઘણા દાયકાથી આ ગામ આ વ્યાપાર સાથે સંકળાયેલ છે. અહીના મોટે ભાગના પુરુષો આ દલાલીનો ધંધો કરે છે અને ઘરની મહિલા માટે ગ્રાહક લાવે છે.

આ ગામમાં રહેતા લોકો મોટાભાગે આદિજાતિના છે અને તેમને સરનિયા આદિજાતિ કહેવામાં આવે છે. આ ગામમાં તમને એકલી છોકરી અથવા સ્ત્રી શોધવાનું મુશ્કેલ બનશે જે આ દેહ વ્યાપારના વ્યવસાયમાં ન હોય. આ ગામની દરેક છોકરી પોતાનું શરીર વેચે છે. ગામમાં ગરીબી અને લાચારીને કારણે,તેમના ભાઈઓ અને પિતા તેમને દેહ વ્યાપારની દલદલમાં નાંખી દે છે જેથી તેઓ 2 સમયની રોટલી ખાઈ શકે છે. આ ગામમાં છોકરીઓ પોતાના શરીરની સાથે  12 વર્ષની ઉંમરે માતા બની જાય છે અને આ લોકો માટે આ એક ખૂબ જ સામાન્ય વાત છે.

આ ગામ દેહ વ્યાપારમાં એટલું આગળ આવી ગયું છે કે ગૂગલ પર સર્ચ કરતાં ઘણી લિન્ક ખૂલી જશે અને અહી થતાં દેહ વ્યાપારની બધી માહિતી મળી જશે. અહીની મહિલાઓ પોતાનું શરીર આર્થિક સ્થિતિને કારણે કરે છે. જો કે પરિવર્તન લાવવું થોડુંક મુશ્કેલ છે પરંતુ આશાનું કિરણ જરૂર દેખાય રહ્યું છે. અહીની એક છોકરી સાથે યોનકર્મીએ લગ્ન કર્યા છે તેનું નામ વિક્રમ છે અને તે છોકરીનું નામ રાણી છે જેને આ દેહ વ્યાપારમાંથી કાઢવા તેના પરિવારને 3 લાખ રૂપિયા આપીને આજે બંને વાડિયામાં રહે છે સંતાનમાં 3 બાળકો છે.

એક પહેલી યુવતી છે જેને યોનકર્મી સાથે લગ્ન કર્યા છે. આ ગામની 7 મહિલાઓએ લગ્ન કર્યા છે અને વર્ષ 2005થી ગામની સ્થિતિ સુધરી રહી છે. હવે અહી 2012થી અહી સમૂહ લગ્નનું આયોજન પણ થતું રહે છે. પરંતુ હજી આ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ લોકો ગામની મહિલાને મારવાની ધમકી આપે છે.

મિત્તલ આ ગામમાં વર્ષોથી રહે છે અને અહીના લોકોને સમજાવે છે. અને મહિલાઓને વચન આપ્યું છે કે તેમની દીકરીઓને તે આ દલદલમાંથી બહાર કાઢશે. સાથે 15 પરિવારોની સમજણ સાથે તે આ કાર્યમાં આગળ વધ્યો છે પરંતુ અહીના દેહ વ્યાપારના દલાલી દીકરીના જન્મ થતાં ભૂખ્યા વરુની જેમ નજર રાખે છે.

વાડિયા ગામમાં એવા લોકો પણ આવે છે જે છોકરીને પ્રેમની જાળમાં ફસાવી શહેર લઈ જઈ એમની રખેલ બનાવવા માંગે છે. અહી પ્રેમની વાત બોલિવૂડની ફિલ્મ જેવી છે જે બસ હવામાં જ રહે છે. આ માહિતી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા પ્રાપ્ત થઈ છે આ માહિતીની કોઈ પુષ્ટિકરણ કે જાણકારી આપતા નથી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago