સમાચાર

હાઇકોર્ટે રાજ્ય સરકાર ને કોરોના સંક્રમણ રોકવા માટે 3-4 દિવસ ના લોકડાઉન લાદવાનો કર્યો નિર્દેશ, સાંજ સુધી માં શું નિર્ણય લેવાય તેની રાહ

કોરોના કેસ મહાનગરો માં દિવસેને દિવસે ખૂબ જ વધવા માંડ્યા છે. હવે તો નાના બાળકોમાં પણ સંક્રમણનો ભય વધી ગયો છે. એક બાજુ રસીકરણ નો કાર્યક્રમ ચાલુ છે અને બીજી બાજુ નવા નવા કોરોના ના દર્દીઓ આવતા જાય છે. આ દરમિયાન રાજ્યમાં કોરોના વધતા કેસ ને જોઈને હાઈ કોર્ટે રાજ્ય સરકારને ત્રણ થી ચાર દિવસ લોકડાઉન ની ટકોર કરી છે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે કે રાજ્યસરકાર ને રાજકીય કાર્યક્રમો પર પણ રોક લગાવવા માટે ટકોર કરી છે. સાથેસાથે કોરોના ની વર્તમાન સ્થિતિ ને ધ્યાન માં લઈ ને આગામી જે વિકેન્ડ આવે ત્યારે લોકડાઉન ની ટકોર કરવા માં આવી છે. માટે કહી શકાય કે રાજ્ય સરકાર હાઇકોર્ટ ના આ નિર્દેશ બાબતે વિચારણા કરી ને રાજ્ય માં કે મહાનગરો માં લોકડાઉન નાખી શકે તેવી શક્યતા છે.

કોરોના ના આ સંક્રમણની ચેઇનને વધતી અટકાવી જરૂરી છે. ગુજરાત રાજ્ય માં આગામી ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને શનિ રવિ ના દિવસે કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. વધતા સંક્રમણથી સાવચેત થયેલાં ઘણા શહેરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પીએમ મોદીને લેટર લખી ને કહ્યું કે અત્યારે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે રસીકરણ જ  એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશને પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ રસીકરણ માટેના સેન્ટર ઊભાં કરીને લોકો માટે ફટાફટ રસી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

આપણા રાજ્ય માં  એક બાજુ રાત્રિ કર્ફયૂ ને કારણે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. અને બીજી બાજુ ઘણા શહેરોમાં સ્વેછીક લોકડાઉન અપનાવવાની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. હકીકત માં રાત્રિ કર્ફ્યૂ ને કારણે ઘણા વેપારીઓ ને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button