બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ કેટલાય લોકો અલગ અલગ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ ખૂબ જ કડક વલણ અપનાવ્યું અને ગુનેગારો તથા સમગ્ર માફિયા સામે પગલાં લેવાય તે માટે સરકારને આડે હાથે પણ લીધી છે.
બોટાદ માં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ની આગેવાની માં લઠ્ઠાકાંડ ના પીડિત પરિવાર ને ન્યાય અપાવવા માટે બીજેપી કાર્યાલય બોટાદ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. અને બુટલેગરો ને કંટ્રોલ ના કરી શકનાર ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ પણ માંગ્યું. બોટાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક નેતાઓની સાથે મળીને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક લોકોએ પણ સાથ આપ્યો કારણકે દારૂ વેચનારા તથા દારૂના માફિયાના કારણે ગુજરાતમાં જે ખરાબ માહોલ બન્યો છે તેનાથી સહુ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે ચોકડી ગામમાંથી 40થી વધુ ગામોમાં દારૂ સપ્લાઈ કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં નથી આવતા. આનો મતલબ એ થયો કે હજુ પણ આસપાસના ગામોમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ થઈ શકે છે. જ્યાં સુધી આવી રીતે ખુલ્લેઆમ દારૂ મળતો રહશે ત્યાં સુધી લોકોના જીવ પર સંકટ રહેશે.
આની પહેલા ગોપાલ ઇટાલીયા એ બોટાદ જિલ્લાના રોજીદ ગામે લોકોના પરિવાર સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. અને તે દરમિયાન ગામના લોકોએ માહિતી આપી કે ભાજપના નેતાઓના કારણે બરવાળામાં વારંવાર સારા અને ઈમાનદાર પોલીસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવે છે. જો સત્તાધારી પક્ષના નેતાઓ જ આ રીતે કાયદા વ્યવસ્થાને કમજોર કરવાનું કામ કરશે તો ગુજરાતમાં લોકોનું જીવન સુરક્ષિત કઈ રીતે બનશે? મીડિયાની મળતી માહિતી મુજબ ગુજરાત 10,000 કરોડનો ગેરકાનૂની દારૂ વેચાય છે. અને આના રૂપિયા કોની પાસે જાય છે એ ખુબ જ મોટો સવાલ છે.
ભાજપ સરકારે જે પ્રકારનું સંવેદનહીન વલણ અપનાવી રહી છે તે શરમજનક છે. નાની નાની વાતોમાં ટ્વિટ કરતા ભાજપના નેતાઓ આજે લઠ્ઠાકાંડ મુદ્દે મૌન સેવીને બેઠા છે. આ મૌન તેમને વધુ ગુનેગાર બનાવે છે. સરકારે વહેલી તકે ગુજરાતમાંથી દારૂ ના માફિયાનો ખાત્મો કરવો પડશે કારણ કે વારંવાર બનતી લઠ્ઠાકાંડની ઘટનાઓથી અગણિત લોકોના મોત થઇ ચુક્યા છે, જેનાથી કેટલાય પરિવારો નિરાધાર બન્યા છે. પરંતુ હવે આવું ના થાય તે માટે સરકારે દારૂ માફીયાને ખતમ કરવું પડશે નહીંતર ગુજરાતની આક્રોશિત જનતા ભાજપ સરકારને જ ખતમ કરી દેશે.
આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણી એ છે કે પીડિત પરિવારો ને ન્યાય મળે તથા તેમના પરિવારોને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય કરવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું…