ગુજરાતરાજકારણ

ગુજરાતનું બજેટ 3 માર્ચે, શું રાજસ્થાનની જેમ પરત આવશે જૂની પેન્શન યોજના?

ગુજરાતનું બજેટ 3 માર્ચે, શું રાજસ્થાનની જેમ પરત આવશે જૂની પેન્શન યોજના?

Gujarat budget: ગુજરાત સરકાર 3 માર્ચે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરશે. ગુજરાત સરકારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારનું આ પહેલું બજેટ હશે અને વિધાનસભાની ચૂંટણીના વર્ષને કારણે આ બજેટમાં ઘણી રાહતો જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભાનું સત્ર 2 માર્ચથી 31 માર્ચ સુધી ચાલશે.

સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. વિધાનસભામાં વિપક્ષનું નેતૃત્વ સુખરામ રાઠવા કરશે. બજેટ સત્રમાં કોંગ્રેસ આક્રમક અભિગમ અપનાવે તેવી ધારણા કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં કોરોનાએ દરેક રાજ્યોની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે અસર કરી છે. આ પછી ગુજરાત માટે ચૂંટણીનું પણ વર્ષ છે. આવી સ્થિતિમાં સમાજ કલ્યાણની યોજનાઓ માટે વધુ નાણાં ફાળવવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. કોવિડ-19ના મૃત્યુ, સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને મહિલાઓ અને ખેડૂતો પર અત્યાચાર જેવા મુદ્દાઓ બજેટ સત્રમાં ચર્ચા અને બહેશ પર પ્રભુત્વ ધરાવે છે તેવી અપેક્ષા જણાઈ રહી છે.

જૂનું પેન્શન પાછું આવશે?

રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) 23 ફેબ્રુઆરીએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું. જેમાં તેમણે જૂની પેન્શન સ્કીમ પરત લાવવાની જાહેરાત કરી છે. આ પેન્શન યોજના માટે દેશભરમાં લાંબા સમયથી કર્મચારી સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે.

રાજસ્થાનના સીએમ ગેહલોતે કહ્યું કે, “આપણે બધા જાણીએ છીએ કે સરકારી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓએ ભવિષ્ય વિશે સલામતી અનુભવવી જોઈએ, તો જ તેઓ સેવાના સમયગાળા દરમિયાન સુશાસન માટે તેમનું અમૂલ્ય યોગદાન આપી શકે છે. તેથી, 1 જાન્યુઆરી, 2004ના રોજ અને તે પછી નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓ માટે, હું આવતા વર્ષથી પૂર્વ પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરું છું.

આવી સ્થિતિમાં જે રાજ્યોમાં બજેટ રજૂ થવાનું બાકી છે તેના પર દબાણ સર્જાયું છે. જો તેઓ આમ કરશે તો આવક પર ભારે બોજ પડશે, પરંતુ જો તેઓ આમ નહીં કરે તો જનતાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button