રાજકારણ

પૂર થી અસરગ્રસ્ત જનતાને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા સરકારને વિનંતી : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ મુદ્દે વિડીયો દ્વારા માહિતી આપતા કહ્યું કે, અમદાવાદ સહિત ગુજરાતના બીજા પણ ઘણા શહેરો માં વરસાદ પડ્યો છે. અને વરસાદ ને લઈને ભાજપ ના તંત્ર ની પોલ ખુલી ગઈ છે. તંત્ર એ કામગીરી નથી કરી, પ્રીમોન્સૂન ના નામે માત્ર મિટીંગો કરી છે, એ સાબિત તો થઇ જ ગયું છે.

આજ સુધી ક્યારેય ભ્રષ્ટ ભાજપ ના હિત માં કોઈ કાર્ય કર્યું નથી. જનતા ને લૂંટવા સિવાય ભાજપ ને બીજું કઈ આવડતું પણ નથી. પણ વરસાદ અને પૂર ના કારણે સામાન્ય જનતા ને વ્યવસ્થા ના અભાવમાં હાલાકી ભોગવવી પડી રહી છે. શાળા, કોલેજ, ઓફિસ અને બીજી પણ જરૂરિયાત ની વસ્તુ માટે આવા જવા માં પણ તકલીફ વેઠવી પડી રહી છે. આમ આદમી પાર્ટી ની સરકાર ને વિનંતી છે કે હવે તે તેમની આંખો ખોલે અને જનતા ને મદદરૂપ બનવા યોગ્ય પગલાં ભરે.

આમ આદમી પાર્ટી જનતા વતી સરકાર થી અપીલ કરે છે કે તાત્કાલિક ધોરણે અમદાવાદ શહેર હોય કે કોઈ બીજું ગામડું હોય કે બીજા અન્ય વિવિધ વિસ્તાર હોય, જ્યાં પણ વરસાદ ના કારણે સમસ્યાઓ ઉભી થઇ છે, ઘરવખરી ને નુકસાન થયું છે, ખેતી ને નુકસાન થયું છે, એમને વળતર ચૂકવી દેવામાં આવે. એનો તાત્કલીકે ધોરણે વ્યવસ્થિત સર્વે કરવામાં આવે.

ખેડૂતોનો સર્વે અલગ કરવામાં આવે, ગામડાઓ તથા શહેરો નો સર્વે અલગ કરવામાં આવે. ખેડૂત હોય કે વ્યાપારી વર્ગ હોય, કે પછી ઘર વખરી સાથે ઘર-ગાડીઓને નુકસાન થયું હોય, જેને પણ જેટલું નુકસાન થયું છે તે બધાને જરૂરિયાત મુજબ વહેલી થી વહેલી તકે વળતર ચૂકવવામાં આવે.

વરસાદ ના કારણે અને યોગ્ય સાફ-સફાઈ ની વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય જનતા માં રોગચાળો ફેલાવવાનો પણ ભય છે. એટલે સમય રહેતા જ દવાઓ નો છંટકાવ કરવામાં આવે, પહેલા થી જ ડોક્ટરો ની ટીમ તૈયાર કરી દેવામાં આવે કારણ કે રોગચાળો ફેલાવાની પુરે પુરી શક્યતા છે.

બધી જ સંભાવનાઓ ને ધ્યાનમાં રાખીને સરકારે પહેલા થી જ બધી તૈયારીઓ કરી લેવી જોઈએ અને વિભિન્ન પ્રકારના સર્વે કરી લોકોની જરૂરિયાત મુજબ અલગ અલગ વર્ગ ને પૂરતા પ્રમાણમાં તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવું જોઈએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

[quads id=1]

Related Articles

Back to top button