ગીર ગાયે વાછરડીને જન્મ આપતા ખુશીના આંસૂ રડી પડ્યો પરિવાર, 57 કિલો પેંડા વેચીને ઉજવ્યો જશ્ન…
સૌરાષ્ટ્રની ગાયોની હાલમાં ઘણી માંગ છે. અહીંની ગાયોને ગીર ગાયો તરીકે ઓળખવામાં આવે છે. જે બીજી ગાયો કરતા દેખાવમાં થોડીક અલગ હોય છે. જેના લીધે તેની માંગ પણ વધારે છે. પૈસાની દ્વષ્ટિએ તેની કિંમત પણ સામાન્ય ગાય કરતા થોડીક ઊંચી છે.
પહેલાથી જ ગુજરાતના લોકો પ્રાણી પ્રેમી રહ્યા છે. અહીંના લોકો તેમના પાલતુ પ્રાણીઓ ને પરિવારના સભ્યોની જેમ દેખરેખ રાખે છે. તમે બધા જાણતા હશો કે જ્યારે કોઈ પરિવારમાં દીકરી કે દીકરાનો જન્મ થાય છે, ત્યારે તે પરિવાર દ્વારા પેંડા વહેંચવામાં આવે છે પંરતુ આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે, તેમાં એક પરિવારે વાછરડી ના જન્મ પર તેના વજન પ્રમાણે 57 કિલો પેંડા વેહેચ્યા છે.
તમને જણાવી દઈએ કે કુતિયાણા તાલુકાના ઉજ્જડ થેપડા ગામમાં નિવાસ કરતા ભરતભાઈ અરભમભાઇએ તેમની ગીર ગાયને વાછરડી નો જનમ થવાને લીધે તેના વજન અનુસાર આખા ગામમાં પેંડા વહેંચ્યા છે. આ વાછરડીને સુરભી નામ આપવામાં આવ્યું છે. જ્યારે આ વાછરડી નો જન્મ થયો ત્યારે પરિવાર ભાવવિભોર બનીને ખુશીના આંસુ રડી પડ્યો હતો. જેના લીધે તેઓએ આ ખુશીના પ્રસંગે લોકોનું મોઢું મીઠું કરાવવા માટે પેંડા વહેંચ્યા હતા.
આ અંગે તેઓ જણાવે છે કે અમારા પરિવાર માં ગાયને પ્રેમથી પરિવારના સભ્યની જેમ સાચવવામાં આવે છે. તેઓ કહે છે કે જ્યારે અમારે ત્યાં કોઈ વાછરડાનો જન્મ થાય છે, ત્યારે કોઈ બાળકનો જનમ થયો હતો તેમ ખુશી ઉજવવામાં આવે છે. આજ કારણ છે કે અમે આખા ગામમાં વાછરડીને જન્મ પર પેંડા વહેંચ્યા છે.