હોલિવૂડ ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ ના ચાહકો માટે સારા સમાચાર છે. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. ઘણા સમયથી ચાહકો આ ફિલ્મની OTT રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. લોકોની નિરાશા જોઈને હવે તેને ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 – ધ ફાસ્ટ સાગા વિશ્વભરના થિયેટરોમાં આવી ચૂકી છે. આવી સ્થિતિમાં, જો તમે આ ફિલ્મ ન જોઈ હોય, તો તમે આ એક્શનથી ભરપૂર ફિલ્મ OTT પર જોઈ શકો છો.
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 એમેઝોન પ્રાઈમ પર આજથી એટલે કે 21 જુલાઈથી રિલીઝ થઈ ગઈ છે. એમેઝોને ખુદ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ જાણકારી આપી છે. ઈન્સ્ટા પર ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે કહેવામાં આવ્યું છે કે દર્શકો તેને હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં જોઈ શકે છે.
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઈઝીના ચાહકોની સંખ્યા પણ ભારતમાં ઘણી વધારે છે. આ જ કારણ છે કે તેની દરેક ફિલ્મો ભારતીય બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરે છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ ફિલ્મ ભારતમાં કોરોના મહામારી દરમિયાન રિલીઝ થઈ હતી. જેના કારણે ફિલ્મ ટિકિટ બારી પર માત્ર 13.61 કરોડનું કલેક્શન કરી શકી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…