IPL મેગા ઓક્શનમાં ભારતના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈનાને કોઈ ખરીદદાર મળ્યા નથી. આ વાતથી તેમના ચાહકો પણ ઘણા દુઃખી પણ હતા. હરાજી સમાપ્ત થયા બાદ ઘણા અઠવાડિયા સુધી રૈનાના અનસોલ્ડ રહેવાના સમાચાર મીડિયા અને સોશિયલ મીડિયા છવાયેલા રહ્યા હતા. એવામાં એક અઠવાડિયા પહેલા ગુજરાત ટાઇટન્સમાં જેસન રોયના સ્થાને તેમના નામને લઈને ચર્ચાઓ થઈ હતી. જ્યારે આ સમાચારોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી ગયા છે. સુરેશ રૈનાની IPL માં એન્ટ્રી થઈ ગઈ છે. તેમ છતાં આ વખતે તે બેટની જગ્યાએ માઈક પકડતા જોવા મળશે.
વાસ્તવમાં, સુરેશ રૈના IPL 2022 માં સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરતા જોવા મળશે. Disney+ Hotstar ના સંજોગ ગુપ્તા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, ‘સુરેશ રૈના આ વખતે આઈપીએલમાં રમી રહ્યા નથી એટલા માટે અમે તેમને આ ટૂર્નામેન્ટ સાથે કોઈના કોઈ રીતે જોડવા ઈચ્છતા હતા. એક સમયે તે IPL માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. તેને મિસ્ટર આઈપીએલ પણ કહેવામાં આવે છે. તે હવે IPL માં હિન્દી કોમેન્ટ્રી કરતા જોવા મળશે.
તમને જણાવી દઈએ કે, સુરેશ રૈના IPL માં સૌથી પહેલા 5000 રન પુરા કરનાર પ્રથમ ખેલાડી હતા. વર્ષ 2020 માં તે અંગત કારણોસર આઈપીએલ રમ્યા નહોતા. જ્યારે 2021 માં તે કંઈ ખાસ રમત દેખાડી શક્યા નહોતા. આ જ કારણ રહ્યું છે કે, આ વખતે હરાજીમાં તેમના પર કોઇપણ ફ્રેન્ચાઈઝી દ્વારા બોલી લગાવવામાં આવી નહોતી. તેમ છતાં તે IPL માં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં તે ચોથા સ્થાન પર રહેલા છે.
રવિ શાસ્ત્રી પણ કોમેન્ટ્રીમાં વાપસી કરશે
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ આ IPL થી કોમેન્ટ્રીમાં વાપસી કરશે. ટીમ ઈન્ડિયાના કોચ બનતા પહેલા તે માત્ર કોમેન્ટ્રી કરતા હતા. તેમ છતાં આ વખતે તે હિન્દી કોમેન્ટ્રી કરતા જોવા મળશે. સંજોગ ગુપ્તાને જણાવ્યું છે કે, ‘રવિ શાસ્ત્રી પહેલા પણ અમારા માટે કોમેન્ટ્રી કરતા હતા. કોચ બન્યા બાદ તે આ કરી શક્યા નહોતા. ખાસ વાત એ છે કે તે હિન્દીમાં કોમેન્ટ્રી કરશે. તેમની હિન્દીમાં મુંબઈની બોલીની ઝલક જોવા મળે છે એટલા માટે અમારા હિન્દીના ટીચરથી જૂમ પર ક્લાસ લઇ રહ્યા છે. તેમને નોટ્સ પણ મોકલવામાં આવ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…