મનોરંજન

કપિલ શર્માના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, શો બંધ નહીં થાય પરંતુ..

કપિલ શર્મા શો ટીવીના લોકપ્રિય શોમાંથી એક છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે, કપિલ શર્મા શો બંધ થવાનો છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં હતો કે, આ શોને હોલ્ડ પર રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ વાયરલ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, કપિલ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ વચ્ચેના વિવાદને ધ્યાનમાં રાખીને શોને હાલ પૂરતો બંધ કરવામાં આવી શકે છે. આ સિવાય એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, કપિલ જૂનમાં અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાનો છે. તેણે પોતે એક પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. તેનાથી આ સમાચારોને વધુ હવા મળી ગઈ હતી. તેમ છતાં કપિલના ચાહકો માટે સારા સમાચાર એ છે કે, આ શો પ્રસારિત થવાનું ચાલુ રહેશે પરંતુ શો બ્રેક પર જઈ શકે છે.

કપિલના શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. તે પોતાની ફિલ્મના શૂટિંગની સાથે શોનું કામ પણ કરી રહ્યા છે. શોના સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ‘આ (શો બંધ થવાનો છે) અફવાઓમાં કોઈ સત્ય નથી. શોને અચાનક બંધ કરવાની કોઈ યોજના નથી. અમે હંમેશની જેમ શૂટિંગ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, એપ્રિલના અંત સુધી શૂટિંગની તારીખો નક્કી કરવામાં આવી છે.’

આવું બની શકે છે કે, શો થોડા સમય માટે બ્રેક પર જઈ શકે છે. આ અગાઉ પણ કપિલ શર્મા જ્યારે પિતા બન્યો ત્યારે તેણે બ્રેક લીધો હતો. કપિલ જૂનથી પોતાનો પ્રવાસ કરવા જઈ રહ્યો છે. શોની ટીમ તે સમય માટે ઘણા એપિસોડ તૈયાર કરીને રાખવાની છે. સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “અમે એપિસોડ્સની બેંક બનાવવા પર કામ કરી રહ્યા છીએ જે જૂનમાં એક મહિના માટે જ્યારે કલાકારો પ્રવાસ પર હશે ત્યારે પ્રસારિત થશે. શો તે સમય માટે સિઝનનો થોડો વિરામ લઈ શકે છે પરંતુ હજુ સુધી તે અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago