રમત ગમત

ક્રિકેટ ચાહકો માટે આવ્યા સારા સમાચાર, શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ચાહકોને મળશે એન્ટ્રી

ક્રિકેટ ચાહકો માટે આવ્યા સારા સમાચાર, શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ચાહકોને મળશે એન્ટ્રી

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે વિરાટ કોહલીની 100મી ટેસ્ટ જોવા ચાહકો સ્ટેડિયમમાં આવી શકશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી મોહાલીમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાશે. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ હશે.

મોહાલીમાં રમાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી આપવામાં આવી છે. કોરોના મહામારીના કારણે અગાઉ આ ટેસ્ટને દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે BCCIએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.

બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, “ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીના પંજાબ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવનારી પ્રથમ ટેસ્ટ બંધ દરવાજા પાછળ રમાશે નહીં. તેમ છતાં દર્શકોને મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય ક્રિકેટ એસોસિએશનો દ્વારા લેવામાં આવ્યો છે. તેની સાથે વર્તમાન પરીસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવી છે.

તેમને વધુમાં જણાવ્યું છે કે, “હું પંજાબ ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ સાથે વાત કરી છે અને તેમને પુષ્ટિ કરી છે કે, ક્રિકેટ ચાહકો વિરાટ કોહલીની પોતાની 100 મી ટેસ્ટ મેચ રમવાની ઐતિહાસિક ક્ષણ જોઈ શકશે.”

જય શાહે વિરાટ કોહલીને 100 મી ટેસ્ટ માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, કોહલી અમારા ચેમ્પિયન ખેલાડી છે. અમને આશા છે કે તે ભવિષ્યમાં પણ દેશ માટે ઘણી મેચ રમશે.

[quads id=1]

Related Articles

Back to top button