ધાર્મિક

આ વસ્તુઓથી કરો ગોગદેવની પૂજા.. તમારી તમામ મુશ્કેલીઓ થઈ જશે દૂર..

27 ઓગસ્ટના રોજ ગોગા પંચમી છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનામાં ઉજવવામાં આવે છે. ગોગા પંચમીના ઉપવાસ અને પૂજા કરવાથી બાળકો અને પતિનું રક્ષણ થાય છે. સનાતન સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે ગોગા દેવ સાપ કરડવાથી આપણા જીવનનું રક્ષણ કરે છે. 

ગોગાજીને સાપના દેવ તરીકે પૂજવામાં આવે છે. ગોગા દેવની પૂજાની ખાસ વસ્તુઓ: ગોગા પંચમીના દિવસે ગોગા દેવની પૂજા કરવામાં આવે છે. તેમજ સાપની મૂર્તિને દૂધ અર્પણ કરવામાં આવે છે. પંચમીના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કરી સ્વચ્છ  થયા પછી સ્વચ્છ કપડાં પહેરો. ગોગા દેવની પૂજા માટે દિવાલને ગેરુથી રંગાવો. 

કાચા દૂધમાં કોલસો મિક્સ કરો. અને ચોરસ આકાર બનાવો અને 5 સાપ ની આકૃતિ દોરો. હવે સાપની આકૃતિઓ પર કાચું દૂધ, પાણી અને રોલી અને ચોખા અર્પણ કરો. બાજરી, લોટ, ઘી અને ખાંડ ભેળવીને અર્પણ કરો. હવે શિવલિંગનો જલાભિષેક કર્યા બાદ બિલી પત્ર અર્પણ કરો. 

શિવની પૂજા કર્યા બાદ ઓમ નમ:શિવાયમંત્રનો વધુને વધુ જાપ કરો. ગોગાજી ની વાર્તા વાંચો. ગોગા દેવને ખીર, ચુરમા વગેરે અર્પણ કરો. માન્યતા અનુસાર જે વ્યક્તિ સર્પ દેવતાની પૂજા કરવાની સાથે આ દિવસે રુદ્રાભિષેક કરે છે, તેને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. મંદિરમાં જાઓ અને પુજારીને શક્ય તેટલું દાન-દક્ષિણા આપો.

[quads id=1]

Related Articles

Back to top button